ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસ: હત્યારો ફેનીલ સજાથી બચવા માટે અપનાવી રહ્યો છે રોજેરોજ નવા પ્લાન- થયો ઘટસ્ફોટ

surat:ગ્રીષ્માં વેકરીયા(grishma vekaria) હત્યા કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે સરકારી વકીલ નયન સુખડવાલા(Nayan Sukhadwala) જણાવે છે કે 12 ફેબ્રુઆરી 2022 ના રોજ બનેલ આ બનાવ 28 મી ફેબ્રુઆરીએ સુરતની મુખ્ય કોર્ટમાં માં પહોંચ્યો હતો. આરોપી વિરુદ્ધ કલમ 302, 307,354,342, 504 હેઠળ તોમત નામુ ઘડાયું. ત્યારબાદ ફરિયાદ પક્ષ તરફ કુલ 100 જેટલા દસ્તાવેજી પુરારવા રજુ કરવામાં આવ્યા.

ત્યારબાદ કોર્ટે ક્રિમીનલ પ્રોસીજર કલમ 313 હેઠળ આરોપી નું નિવેદન નોંધવાના શરૂ કર્યું. અને તેને 900 ઉપર સવાલો પૂછયા. અને 355 પાના નું ફરધર સ્ટેટમેન્ટ તૈયાર કરાયુ. ઉપરાંત નયન સુખડવાલાએ કહ્યુ કે આપણે જોવા જઈએ તો સુરતના ખૂન કેસ ની સૌથી ઝડપી ટ્રાયલ છે તેવું કહી શકાય.

નયન સુખડવાલાએ કહ્યું કે ફરિયાદ પક્ષે દલીલ કરતી વખતે જે 8 નજરે જોનાર લોકોની જે જુબાની હતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અને નયન સુખડવાલા જણાવે છે કે આરોપી અવનવાં નાટકો કરીને પબ્લિકને સહાનુભૂતિ લેવા માંગે છે તેવું કહ્યું, ઉપરાંત વિડીયો અને ચપ્પુના પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા.

કેસનો ચુકાદો કેટલા દિવસો માં આવશે
નયન સુખડવાલા જણાવે છે કે આ કેસનો ચુકાદો બંને પક્ષની દલીલો સંપૂર્ણ રીતે પૂરી થઈ જતા ટૂંક સમયમાં જ આવી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.કેમ કે ફરિયાદ પક્ષની બધી જ દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને હવે બચાવપક્ષની દલીલો શરૂ થશે. અને એ પૂર્ણ થયા બાદ તરત જ કોર્ટનો ચુકાદો આવી જશે જેથી ચુકાદો ટૂંક સમયમાં જ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *