ગ્રીષ્માનો ભાઈ કોર્ટમાં બોલ્યો પોતાની બહેનને ફેનીલથી બચાવી શક્યો હોત, પણ થઇ ગઈ હતી આ એક ભૂલ

સુરત(Surat)ના પાસોદરા(Pasodra)માં ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekaria)ની ફેનિલ ગોયાણી(Fenil Goyani) દ્વારા હત્યા કર્યા કરવામાં આવી હતી. જે જાણીને શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનાર ફેનિલ ગોયાણી સામે કેસમાં મંગળવારનાં રોજ ફરિયાદી ગ્રીષ્માનાં ભાઇની આજે જુબાની લેવામાં આવી હતી.

જયારે આ જુબાની દરમિયાન સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ(District Government Attorney) નયન સુખડવાલા(Eye-catching)ની સામે ગ્રીષ્મા વેકરિયાની હત્યા પહેલાનું અને હત્યા પછીનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જયારે ગ્રીષ્માનો નાનો ભાઈ આ તમામ વાત રજુ કરી રહ્યો હતો ત્યારે ભાઇનું દિલ ભરાયું હતું અને તેનો ભાઈ બોલતા ભોલતા રડવા લાગ્યો હતો.

ગ્રીષ્માનાં નાના ભાઇ દ્વારા કોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, જયારે આરોપી ફેનિલ ગોયાણી સોસાયટીના નાકે ઊભો હતો. તે દરમિયાન તેને સમજાવવા માટે હું ગયો હતો પરંતુ તે ન માનતા ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો હતો. ત્યાર પછી આરોપી ફેનીલ દ્વારા ગ્રીષ્માને પકડી લેવામાં આવી હતી.

અમે અમારી બેનને બચાવવા માટે જઈએ તે પહેલા ફેનિલએ ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. તેમજ આ કેસને લઈને બુધવારના રોજ વધુ 4 સાક્ષીઓને ચકાશવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટાફેરા કરી ૨૫ થી ૩૦ મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો. ફેનીલે ગ્રીષ્માને પાછળથી પકડી ગળા પર ચપ્પુ મૂકી દેતાં ગ્રીષ્મા મને છોડી દે, મૂકી દે ની બૂમો પાડતી રહી અને ફેનિલ મોટે મોટેથી મને મારવા કોને મોકલેલા તેમ કહીને ચપ્પુથી ગળું કાપી નાંખ્યું હતું.

ત્યારબાદ ફેનીલે હાથની નસ કાપવાનું પણ નાટક કરી મિત્રને ફોન કર્યો હતો. પોલીસે તમામ વિગતોના સીસીટીવી ફૂટેજની સાથે સામ્યતા ચકાસી પુરાવા એકત્રિત કર્યા હતા. અને ગણતરીના દિવસોમાં આ કેસ અંગેની ચાર્જશીટ રજુ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *