સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra)માં ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekariya)ની હત્યાથી સૌ કોઈ લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. હત્યા કેસનો આરોપી ફેનીલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. હાલ પોલીસ સમગ્ર મામલાની યુધ્ધના ધોરણે તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર હત્યાનો આરોપી ફેનિલ પોતાના માથા પર કાળ લઈને ફરતો હતો. ફેનિલ ગ્રીષ્માની અમરોલી(Amaroli)ની કોલેજમાં પ્રથમ પહોંચ્યો હતો અને હત્યાના દિવસે જ હત્યાનો તખ્તો ઘડવામાં આવ્યો હતો.
ત્યાં ગ્રીષ્માની સહેલીને કહ્યુ, “મારે તેને મળવું છે. તેને બહાર લઇ આવ.” જો કે, ગ્રીષ્માની સહેલીએ કહ્યું કે તે વર્ગમાં છે તેથી તે મળી શકશે નહીં. તે જ સમયે, ગ્રીષ્મા કેમ્પસમાં તેની કાકીને બોલાવતી હતી અને તેની સાથે ઘરે જતી હતી. તેથી તે કોલેજમાં બચી ગઈ. જોકે, થોડા સમય માટે અહી-ત્યાં ભટકતો ફેનિલ સાંજે તેના ઘરે પહોંચ્યો હતો અને જાહેરમાં તેનું ગળું કાપી નાખ્યું હતું.
..તો હત્યા કોલેજમાં થઈ હોત
ફેનિલ 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્માને મળવા કોલેજ ગયો હતો. તે સમયે તે રાબેતા મુજબ કોલેજમાં ગ્રીષ્મા ક્લાસમાં અભ્યાસ કરતી હતી. બહાર ગ્રીષ્માની બહેનપણી ફેનિલને મળી હતી. તેણે ગ્રીષ્માને મળવાનું કહ્યું. ત્યારે બહેને કહ્યું કે ગ્રીષ્મા ક્લાસમાં છે. અત્યારે તે ન આવી શકે. બીજી બાજુ ગ્રીષ્માને આ અંગે જાણ તથા તેણે માસીને કોલેજ ઉપર લેવા બોલાવી લીધા હતા. જો ગ્રીષ્માની માસી ગ્રીષ્માને અમરોલી કોલેજ લેવા ન આવી હોત તો કદાચ ફેનિલે ગ્રીષ્માની હત્યા કોલેજ કેમ્પસમાં જ કરી નાખી હોય તેવો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
SITની રચના કરવામાં આવી:
હાલમાં ગુજરાતભરમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ(Grishma Vekariya Murder case) બાબતે ચર્ચાઓ થઈ રહી છે પોલીસ દ્વારા પણ એસઆઇટીની રચના કરવામાં આવી છે જેમાં એક એસપી, એક એએસપી, બે ડીવાયએસપી, અને પાંચ પી.આઈ તેમજ એક પી.એસ.આઈ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દિવસ રાત જાગીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે અને ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે.
આરોપીને ઝડપી સજા આપવામાં આવશે: હર્ષ સંઘવી
ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સમાજમાં દાખલો બેસે એટલા આ રેકોર્ડ સમયમાં આરોપીને સજા અપાવવામાં આવશે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ પરિવાર સાથે વાત કરીને સાંત્વના પાઠવી હતી. ગઈકાલે પાટીદાર સમાજના આગેવાનોએ પણ આ પરિવારની મુલાકાત લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.