જાણો ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ વિશે જેને 82 વર્ષની ઉંમર સુધીમાં 35000 મહિલાઓ સાથે બનાવ્યા છે સંબંધ અને તેમના પર 900 વાર કરવામાં આવ્યો છે જાનલેણ હુમલો. આ વાતનો ખુલાસો તેમના પર બનેલી એક ડૉક્યુમેન્ટ્રીમાં કરવામાં આવ્યો છે. ન્યૂયૉર્ક પોસ્ટે એક અધિકારીના હવાલેથી કહ્યું હતુ કે તે દરરોજ લગભગ 2 મહિલાઓ સાથે સંબંધ બનાવતો હતો. કેરેબિયાઈ સાગરમાં આવેલા ક્યૂબા દેશના રાષ્ટ્રપતિનું જીવન ઘણું જ રસપ્રદ અને રોમાંચથી ભરેલું છે.
ક્યુબા પર 50 વર્ષ સુધી શાસન કરનાર કાસ્ત્રો અમેરિકાને કટ્ટર દુશ્મન ગણતા હતા, કાસ્ત્રોનો ભારત સાથે વિશેષ સંબંધ હતો. તેઓ ભારતના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને મોટા બહેન માનતા હતા. કાસ્રોને ભારત સાથે માત્ર રાજકીય નહીં પરંતુ વ્યકિતગત રીતે પણ ગાઢ સંબંધ હતો, નેહરુ-ગાંધી પરિવાર સાથે તેમની નિકટતા તથા ખાસ કરીને ભારતના તે સમયના વડાપ્રધાન ઈન્દિર ગાંધી સાથે ભાઈ-બહેનના સંબંધના કારણે તેમને હંમેશા યાદ કરાશે. આ સંબંધને તેમણે 1983માં નવી દિલ્હીમાં યોજાયેલી બિનજોડાણાદી દેશોની યોજાયેલી શિખર બેઠક ખાસ યાદ રહેશે.
ત્રીજા રાષ્ટ્રપતિ જેમણે સૌથી લાંબા સમય સુધી રાજ કર્યું
ક્યૂબાના આ પૂર્વ રાષ્ટ્રપતિનું નામ ફિદેલ કાસ્ત્રો છે. વર્ષ 1976થી 2008 એટલે કે 32 વર્ષ સુધી ફિદેલ કાસ્ત્રો એ ક્યૂબાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. 25 નવેમ્બર, 2016ના 90 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતુ. ફિદેલ કાસ્ત્રો બ્રિટનની મહારાણી અને થાઈલેન્ડના રાજા બાદ દુનિયાના ત્રીજા એવા રાષ્ટ્રઅધ્યક્ષ હતા, જેણે લાંબા સમય સુધી રાજ કર્યું.
સૌથી લાંબુ ભાષણ
ફિદેલ કાસ્ત્રોનું નામ ગિનીજ બૂક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ નોંધાયેલું છે. આ રેકૉર્ડ તેમણે ભાષણ આપીને બનાવ્યો હતો. 29 સપ્ટેમ્બર 1960ના તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં 4 કલાક 29 મિનિટનું ભાષણ આપ્યું હતુ. તેમનું 7 કલાક 10 મિનિટનું સૌથી મોટું ભાષણ ક્યૂબામાં વર્ષ 1986માં રેકૉર્ડ કરવામાં આવ્યું હતુ. આ ભાષણ તેમણે હવાનામાં કૉમ્યુનિસ્ટ પાર્ટી કૉંગ્રેસના કાર્યક્રમમાં આપ્યું હતુ.
કાસ્ત્રોનો દાવો હતો કે 600થી વધારે વાર તેમની હત્યાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેમણે અમેરિકાના પ્રતિબંધો 45 વર્ષ સુધી અને અમેરિકાના જ 11 પ્રમુખોનો સામનો કર્યો હતો. આમાં આઈઝેનહોવરથી લઈ ક્લિન્ટનનો સમાવેશ થાય છે. 1962માં શીત યુદ્ધ વખતે ફીડેલ કાસ્ટ્રોએ સોવિયેત યુનિયનને ક્યુબાની સીમાએ અમેરિકા સામે જ મિસાઈલ ગોઠવવાની મજૂરી આપી વિશ્વને ચોકાવી દીધું હતુ. તેમણે અમેરિકાથી ફક્ત 144 કિલોમીટર દૂર જ મિસાઈલ તૈનાત કરવા લીલીઝંડી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews