દિલ્લી બેટરી બનાવાની ફેક્ટરીમાં ભીષણ આગ, 5 ફાયરકર્મીઓ પણ ફસાયા, જુઓ વિડીયો

નવી દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગુરૂવારની સવારે ભીષણ આગ લાગ્યા બાદ જોરદાર બ્લાસ્ટના લીધે બિલ્ડિંગનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો છે. ફેક્ટરીની આ ઈમારતના કાટમાળમાં અનેક લોકો દબાઈ ગયા છે, જેમાં કેટલાંય ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ ફસાઇ ગયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટના સ્થળે ઝડપભેર બચાવ કાર્યની કામગીરી જારી છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓને બચાવવા માટે NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, ગુરુવારે સવારે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી હતી ત્યારે અચાનક જ ઈમારતનો એક ભાગ એક મોટા વિષ્ફોટ સાથે ધરાસાઈ થઈ ગયો હતો. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની આશરે 30 ગાડીઓ બચાવ કાર્યમાં જોડાયેલી છે.


બિલ્ડિંગના કાટમાળમાં કેટલાં લોકો ફસાયા છે, તેને લઇ હજુ સુધી કોઇ માહિતી સામે આવી નથી. હાલ બચાવ કાર્ય ચાલુ છે. બચાવકામમાં કુલ 35 ફાયરબ્રિગેડના કર્મચારીઓ છે. વહેલી સવારે 4.23 વાગ્યા પર આગ લાગ્યાની માહિતી ફાયરબ્રિગેડને મળી હતી.

સીએમ કેજરીવાલની ટ્વીટ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે, આ સમાચાર સાંભળીને ખૂબ દુ:ખી છું. તેમણે કહ્યું કે સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. ફાયર બ્રિગેડના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાટમાળમાં ફસાયેલા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.

આગ લાગ્યા બાદ આસપાસ અફડાતફડી ફેલાય ગઇ. કહેવાય છે કે જે બિલ્ડિંગમાં આગ લાગી છે ત્યાં બેટરી બનાવાની કંપની છે. આગથી થયેલા નુકસાનની હજુ સુધી કોઇ માહિતી નથી.

દિલ્લીમાં આગ લાગ્યાની ત્રીજી મોટી ઘટના:

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં દિલ્હીમાં આગની સંખ્યાબંધ ઘટના સર્જાઈ હતી, જેમાં 100 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. ગયા મહિને અનાજ મંડીમાં લાગેલી આગમાં 40 કરતા વધારે લોકોના મોત થયા હતા તો 12મી ફેબ્રુઆરી,2019ના રોજ કરોલબાગ વિસ્તારમાં ગુરુદ્વારા રોડ પર આવેલી હોટેલ અર્પિત પેલેસમાં લાગેલી આગમાં 17 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *