રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં જીજાજી તથા સાળીનો ઉગ્ર વિવાદ છેક પોલીસમથકમાં પહોંચી ગયો હતો. જીજાજીએ વોટ્સએપ પર સાળીને મેસેજ કરતા વિવાદ સર્જાયો હતો. વાસણા પોલીસ દ્વારા સાળી તથા બનેવી એમ બન્નેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. વાસણા પોલીસ સ્ટેશનમાં ચાંદની દવે નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ ફરિયાદ ચાંદનીની સગી બહેને જ નોંધાવી છે. ઘટના કંઈક એવી હતી કે, ચાંદની દવેએ તેના જ જીજાજી અંકિત પટેલ વિરુદ્ધ છેડતીના આક્ષેપ કરીને અરજી કરવામાં આવી હતી. આ મામલે તેના જીજાજી પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ચાંદની દવે કે, જે અલગ-અલગ રાજકીય પાર્ટીમાં હોવાનો તેમજ સમાજ સેવા કરતી હોવાનો દાવો કરે છે.
તેણે તેના જીજાજી અને બહેન જ્હાનવીની સાથે ઝપાઝપી કરીને ધાક-ધમકી પણ આપવામાં આવી હતી. ચાંદનીએ તેના જીજાજી વોટ્સએપ પર મેસેજ કરીને હેરાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લીધે પોલીસ દ્વારા બન્ને પક્ષની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પાલડી વિસ્તારની પંકજ સોસાયટીમાં રહેતા જ્હાનવીબેન અંકિતભાઈ પટેલ એક ડોકટરના ત્યાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમનો પતિ શાકભાજીનો હોલસેલ ધંધો કરે છે. વાસણા પોલીસ મથકથી તેઓના પતિ અંકિતભાઈ જે કોલ આવ્યો હતો કે, તેમની વિરુદ્ધ ચાંદની જયમીન દવે નામની મહિલાએ અરજી કરી છે.
આ અનુસંધાને જવાબ લખાવવા પોલીસ મથકમાં આવજો. જેને કારણે આ અંકિતભાઈ પોલીસસ્ટેશન નિવેદન નોંધાવવા ગયા હતા. PI પર્સનલમાં બેસીને અંકિતભાઈ નિવેદન નોધાવી રહ્યા હતા ત્યારે આ ચાંદની દવે આવી ગઈ હતી. ત્યારપછી તેણે તેની સગી બહેન તથા જીજાજી સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરીને બહેનને જ બે લાફા મારી દીધા હતા.
જો કે, મહિલા પોલીસ હાજર હોવાને લીધે વધારે મારામારી થતા અટકાવી દીધી હતી. ત્યારપછી ચાંદની દવેએ ધમકી આપતા ચાંદની પટેલની વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અંકિત પટેલની પણ છેડતીના આરોપને લઈ ધરપકડ કરી લેવામાં આવી છે.
અહીં નોંધનીય છે કે, આ ચાંદની દવે પોતે પહેલા તેના પતિ જયમીન દવેની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી. ત્યારપછી એમાંથી નીકળીને અન્ય એક રાજકીય પાર્ટીમાં કાર્યકર્તા હોવાનો દાવો કરી રહી છે ત્યારે પોલીસ દ્વારા હવે આ મામલે ગુનો નોંધીને આ યુવતીને કાયદાના પાઠ ભણાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.