રાજપીપળા(ગુજરાત): કેટલાક યુવાનો લાકડી લઈને રાજપીપળાના જીન કમ્પાઉન્ડમાં જે વ્યક્તિ આવે તેને ઢોરમાર મારતા હતા. પોતે બેખોફ બની કાયદો પોતાના હાથમાં લઈ ફરતા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો હતો. જેને કારણે નર્મદા પોલીસે એક્શન લઈને તપાસ કરતા સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવા બાબતે કે, ડીજેના ધંધા બાબતે 2 પક્ષો સામસામે આવતા લાકડી અને છુટ્ટાહાથની મારામારી કરી હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઇને 5 યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
રાજપીપળા કાછીયાવાડ બ્રાહ્મણ ફળીયામાં રહેતા દક્ષેશભાઇ નટુભાઇ વાળંદે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, વિશાલ નરેશભાઇ માછી, નિરવ પરેશભાઇ માછી, હેમંત ચીમનભાઇ માછી, હરનીશ ઉર્ફે ખન્નો રમેશભાઇ માછી તથા વિવેકભાઇ નવીનભાઇ માછીએ મળીને દક્ષેશ તથા સતીષભાઇ જયારે જીન કમ્પાઉન્ડમાંથી જતા હતા, ત્યારે આરોપીઓએ કહેવા લાગ્યા હતા કે, તમારા ડી.જેના વીડિયો સ્ટેટસમાં મૂકો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો.
દક્ષેશ વાળંદે વિરોધ કરતા વિશાલ માછીએ ઉશ્કેરાઇને તેના હાથમાંની પ્લાસ્ટીકની પાઇપ વડે સતીષને ઢોરમાર મારી ડાબા હાથની કોણીના ભાગે ઇજા પહોંચી હતી. જયારે તેને છોડાવવા દક્ષેશ વચ્ચે પડતા દક્ષેશ વાળંદને પણ વિશાલ માછીએ પાઇપ વડે પીઠના ભાગે તથા શરીરના અન્ય ભાગે પ્લાસ્ટિકની પાઇપના સપાટા મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. બાકી રહેલા વિવેક માછીએ પણ છુટ્ટાહાથની પણ માર માર્યો હતો. જેને કારણે દક્ષેશ વાળંદને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મારામારીમાં પેન્ટમાં મૂકેલો મોબાઇલ પણ લાકડીના સપાટા વાગતા તૂટી ગયો હતો અને પોતાના પાકીટમાં રહેલા 9300 રૂપિયા પણ પડી ગયા હતા. અત્યારે દક્ષેશ વાળંદ સારવાર હેઠળ છે. રાજપીપળા ટાઉન ઇન્ચાર્જ પીઆઇ જે.આર. ગામીત 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.