Fight Between Kinnars, Ahmedabad: અમદાવાદ શહેરમાંથી કિન્નરો વચ્ચે લડાઈની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આ વખતે તો પોલીસ સ્ટેશનમાં જ છરીઓ ઉછળી હતી અને પોલીસ સ્ટેશન (Vadaj police station) લોહી લુહાણ થયું હતું. અવારનવાર Ahmedabad શહેરમાં કિન્નરો વચ્ચે લડાઈ ની ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં આ વખતે તો તમામ હદો પાર થઈ ગયો હોય તેમ, પોલીસ સ્ટેશનમાં જ કિન્નરોએ એકબીજા પર છરીઓ ઉછાળી હતી. પોલીસ સ્ટેશનમાં આવેલા કિન્નરને મારવા અન્ય કિન્નરો આવી પહોંચ્યા હતા.
ઘટના પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચ્યો હતો. એક કિન્નર છરી વડે બીજા કિન્નર પર તૂટી પાડ્યા હતા. ઘટનાને પગલે, સામે રહેલા કિન્નરના હાથના ભાગે ઈચ્છા થઈ હતી અને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં થયેલી આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. બીજા ગ્રસ્ત કિન્નરે જ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો. હાલ ઘટનાને પગલે વાડજ પોલીસે ગુનો નોંધીને આરોપી કિન્નરની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એકાએક પર્સમાંથી છરી કાઢી અને હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બહેરામપુરા વિસ્તારમાં રહેતા કિન્નરે જણાવતા કહ્યું હતું કે, કામિની નામનો એક કિન્નર કેટલાય ગુનામાં સંડોવાયેલો છે. તે પોલીસ સ્ટેશનમાં આવ્યો હોવાની જાણ થતા, હું પણ વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં જઈને હું ફરિયાદ રૂમમાં ગયો ત્યાં પાછળથી કામિની દે આવ્યો અને તેના પર્સમાંથી છરી કાઢીને મારા પર જીવલેણ હુમલો કર્યો. મેં જીવ બચાવવા હાથ વચ્ચે લાવી દીધો અને મારા હાથ ઉપર ગંભીર ઇજાઓ થઈ.
View this post on Instagram
આરોપી કિન્નર કામિની દે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
ઇજાગ્રસ્ત કિન્નર વધુમાં કહેતા જણાવે છે કે, પોલીસ સ્ટેશનમાં જ બનેલી આ ઘટના બાદ મેં મારી ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ આરોપી કામિની દે સામે પણ અને ગુનાઓ નોંધાયા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે.
મિત્રો હાલ મહત્વની વાત તો એ છે કે, પોલીસ સ્ટેશનમાં જ આ પ્રકારની ઘટના સામે આવતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કારણ કે જે પોલીસ સ્ટેશનમાં લોકો પોતાની ફરિયાદ લઈને આવે છે, જો ત્યાં જ છૂટા હાથે છરીઓ ઉછળે તો સામાન્ય વ્યક્તિ ક્યાં જાય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.