આ વર્ષ એટલે કે વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે ખુબ ખરાબ સાબિત થયું છે એવી જ રીતે ભારતના ફિલ્મ જગત પર પણ આ વર્ષે ખુબ ખરાબ પરિસ્થતિ માંથી ગુજારવું પડ્યું છે. તમે જાણતા હશો કે આ વર્ષે ફિલ્મ જગતના ઘણા બધા અભિનેતાઓના મોત થયા છે. અને હાલ બીજી એક ઘટના ઉભી થઇ છે. કે ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતાઓના મૃત્યુ બાદ ફિલ્મ બનાવનાર દિગ્ગજ ડાયરેક્ટરનું થયું મોત થયું છે.
ફિલ્મ જગતથી ફરીથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે.સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડાયરેક્ટર કે આર સચ્ચિદાનંદ(k r sachidanandan) ઉર્ફે સૈચી નું ગુરૂવારના રોજ નિધન થઈ ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હદય રોગના હુમલાના કારણે થયું હતું.
મળી રહેલી જાણકારીઓ અનુસાર સચ્ચિદાનંદ ની હાલત થોડા દિવસોથી સારી ન હતી. 16 જૂનના રોજ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. અને તેઓને કેરળના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ડાયરેક્ટરના નિધનથી સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમામ અભિનેતાઓ પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ સચ્ચિદાનંદના નિધનને સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નુકસાન જણાવી રહ્યા છે.
કે આર સચ્ચિદાનંદે પૃથ્વીરાજસિંહ કુમારને લઇને એક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મને ખૂબ લોકપ્રિયતા પણ ઘણી હતી. જણાવી દઈએ કે આ ડાયરેક્ટરે ફિલ્મ અનારકલીથી ડેબ્યૂ કર્યું હતું. અને સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી સારી સારી ફિલ્મો તેઓએ બનાવી હતી અને લોકોને ખુબ ગમી હતી હાલ તેના ચાહકોમાં શોકનો માહોલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news