મોટાભાગના લોકોને ટેબલ(Table), ખુરશી(Chair) કે પલંગ(Bed) પર બેઠા બેઠા પગ હલાવવાની ટેવ હોય છે. આ વિશે આપડા વડીલોની એક માન્યતા પણ છે કે, પગ એકધારો હલાવવાથી માતા-પિતાના આયુષ્યમાં ઘટાડો થાય છે. આપણે આ વાતને એક આ માન્યતાનું સ્વરૂપમાં આપ્યું છે, પરંતુ તેના પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. આપણે ધર્મમાં કે સમાજમાં ઘણા નિયમોને માન્યતાઓ બનાવેલી છે. પરંતુ, તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણ આવેલા હોય છે.
સમાન્ય રીતે આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ ઘણી માન્યતાઓ તેમજ નિયમો બનાવેલા હોય છે. ઘણીવાર આપણે એવી માન્યતાઓ માનતા નથી. અત્યારે લોકોને બધું જૂના જમાનાનું લાગે છે. અને જો કોઈ અત્યારે આવી માન્યતામાં માને તો એવું કહેશે કે આ તો જૂના જમાનાનો વ્યક્તિ છે. આમ તો પગ હલાવવા પાછળ વડીલોનું કહેવું એ પણ માન્યતા જ ગણવામાં આવે છે પરંતુ આજે અમે તેનું વૈજ્ઞાનીક કારણ જણાવશું.
શાસ્ત્રો અનુસાર, જો બેઠા-બેઠા પગ હલાવવા માં આવે તો અશુભ દોષ થાય છે. આ સિવાય ધન હાનિ થવાની પણ સંભાવના વધી જાય છે. સાંજે લક્ષ્મીજી આવવાનો સમય હોય છે. પરંતુ જો આપણે ઘરમાં પગ હલાવતા હોય હોઈએ તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને ધન સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે. આ કારણોસર ધાર્મિક માન્યતા પ્રમાણે જોઇએ તો પણ પલંગ કે ખુરશી પર બેસીને પગ ના હલાવવો જોઈએ.
ધાર્મિક કારણને ધ્યાનમાં રાખી પગ ન હલાવવો જોઈએ અને આ સિવાય વૈજ્ઞાનિક કારણ પણ જાણવું ખુબ જ જરૂરી છે. ખાટલા, પલંગ કે ખુરશી પર બેસીને પગ હલાવવામાં આવે તો પગમાં સાંધાનો દુખાવો થઇ શકે છે અને પગ હલાવવાથી પગની નસો વિપરીત દિશામાં કાર્ય કરે છે. મળતી માહિતી અનુસાર આ નસો હૃદય સુધી ફેલાયેલી હોય છે. તેથી હાર્ટ એટેક આવવાની પણ શક્યતા પણ વધી જાય છે. તેથી જો કોઈ વ્યક્તિને પગ હલાવવાની આદત હોય તો તેઓ આજથી જ ટાળો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.