ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જેલ જેવી રેસ્ટોરન્ટ ખુલી છે. લોકો જેલમાં જમવાનો અનુભવ લઇ શકે, તે માટે એક અનોખું રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. આખા રેસ્ટોરન્ટને જેલ જેવો લૂક આપવામાં આવ્યો છે. દરવાજાથી લઈને ડાઇનીંગ ટેબલ સુધી દરેક વસ્તુ સેમ ટુ સેમ જેલ જેવી તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગર (Gandhinagar) ના કુડાસણ (Kudasan) માં આવેલી આ રેસ્ટોરન્ટમાં દરરોજ કેટલાય યુવાનો આવી રહ્યા છે, અને જેલમાં જમવાનો અનુભવ લઇ રહ્યા છે.
સોશિયલ મીડિયામાં આ રેસ્ટોરન્ટના ઘણા વિડીયો વાયરલ થયા છે. તમને જણાવી દઈએ કે, એસ્કોબાર- ધ જેલ કાફે (ESCOBAR THE JAIL CAFE) નામથી ગાંધીનગરમાં એક રેસ્ટોરન્ટ શરૂ થયું છે. જેલમાં જમવાનો અનુભવ લેવા, દરરોજ કેટલાય લોકો આ કાફેની મુલાકાત લઈ રહ્યા છે. ગાંધીનગરના કુડાસણમાં આવેલી શિવાલય રેસીડેન્સીમાં આ રેસ્ટોરન્ટ ખુલી છે.
કહેવાય છે કે, આ રેસ્ટોરન્ટમાં વેઇટર કેદીના ડ્રેસમાં લોકોને જમવાનું પીરસવા આવે છે. અહીં જનારા દરેક નવયુવાનો નું કહેવું છે કે, ‘અહીંયા જેલ જેવી જ ફીલિંગ આવે છે. અમને એવું લાગે છે કે અમે જેલ માં આવી ગયા હોય.’
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, આ રેસ્ટોરન્ટમાં અમુક જગ્યા ના અંતરમાં જેલના સળિયા જેવા બોક્સ બનાવવામાં આવ્યા છે. જેમાં નાનકડી બારી જેવડો એક દરવાજો છે. અને અંદર બોક્સમાં એક ડાઈનીંગ ટેબલ બનાવવામાં આવ્યું છે. તેની ઉપર બેસીને લોકો, જમવાનો આનંદ માણે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.