રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લાંબા સમયગાળા બાદ ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 13 માં આવેલા ખોડીયારનગરમાં 80 મકાન પર બુલડોઝર ફેરવીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ અઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની મોટી ટુકડી ગોઠવીને સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ડિમોલિશનમાં મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ આ તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મનપાની ટીપી શાખા, PGVCL, મહાનગરપાલિકા વિજિલન્સ અને શહેર પોલીસ જોડાઈ છે. ખોડીયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. 80 જેટલા મકાનમાં 120 પરિવાર રહે છે. જેના પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
રાજકોટ મનપા દ્વારા વોર્ડ નંબર 13ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે 81 મકાનને નોટિસ આપી દેવામાં આવી છે. જેમાં કુલ ૮૧ મકાનમાંથી ૮૦ મકાનને તોડી પાડવાનો આદેશ મનપાએ આપી દીધો છે. બે દિવસ પહેલા જ પોતાના ઘરને બચાવવા માટે લોકોનું ટોળું મહાનગરપાલિકાની કચેરી ખાતે ઉમટી પડ્યું હતું. મહાનગરપાલિકાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલા જ નોટીસ આપી દીધી હતી, જેથી લોકો મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી ગયા હતા.
કોરોનાની મહામારી વચ્ચે શહેરનું સૌથી મોટું ડિમોલિશનમાં 80 મકાન અને દુકાન પડતા જોઈ લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. લોકોને હવે ક્યાં રહેવું તે એક મોટો સવાલ ઉદભવી રહ્યો છે. મહિલાઓના હોબાળાને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.