રેલ્વે ટ્રેક પર ઉતાવળ કરવી યુવકને પડી ગઈ મોંઘી, જોતજોતામાં થયા એવા હાલ કે… -હિંમતવાળા જ જોવે આ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

રેલવે ક્રોસિંગ દરમિયાન બેદરકારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ એટલી ઝડપથી બન્યો કે તેણે ફાટકને ટક્કર મારી છે. આ માણસને ઉતાવળના ચક્કરમાં તેને બાઇક અને હાડકાં બંનેની હાલત ખરાબ કરી છે.

આ વાયરલ વીડિયોમાં એક રેલવે ફાટક દેખાય છે. અહીં લોકો ઉતાવળમાં જોવા મળે છે. જ્યારે ગેટ પડવાનું શરૂ થાય છે, ત્યારે એક કાર અને બાઇક વાળા જલ્દી આવીને નીકળી જાય છે. આ લોકોને ક્રોસ કરતા જોઈને ગેટમેન થોડી સેકંડ માટે ગેટને પડતા અટકાવે છે. ત્યારબાદ એક બાઇક સવાર ફુલ સ્પીડમાં આવે છે અને ગેટ બંધ થઇ રહ્યો છે તે જોયા પછી પણ તે ઝડપથી બાઇક ચલાવીને તેની નીચેથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તે પછી શું થયું તે જોઈને, દરેકને લાગશે કે કોઈએ ક્યારેય ઉતાવળમાં કોઈ કામ ન કરવું જોઈએ.

એક વ્યક્તિ હાઇ સ્પીડમાં બાઇક ક્રોસ કરી રહ્યો છે અને ગેટ સાથે જોરદાર ટક્કર લાગે છે. ત્યારબાદ તેની બાઇક ગેટ નીચેથી પસાર થઇને બીજી બાજુ જાય છે અને બાઇક પર બેઠેલી વ્યક્તિ થાંભલા સાથે અથડાઇ જાય છે. વિચિત્ર બાબત એ છે કે પડ્યા પછી તરત જ તે ઊભો પણ થાય છે. આ જોઈને લાગે છે કે, વ્યક્તિને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *