ગુજરાત: અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ફરીવાર લો પ્રેશર સક્રિય થયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 35.24 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આવતા 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત, 2 અને 3 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમોરોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે. જેના કારણે ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. વિધ્ય પર્વતમાં વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેશે. ઉપરાંત રાજસ્થાન, ઉતર મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારમાં વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
2 થી 10 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં મહેસાણા, વિસનગર, સિધ્ધપુર, પાલનપુર, બેચરાજી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે. 2 થી 4 ઈંચ વરસાદ થાય તેવી શક્યતા છે. કચ્છના ભાગોમાં 1 થી 2 ઈંચ વરસાદની શક્યતા છે. આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારુ ગણાતુ નથી. લીલી જમીનમાં કૃષિ કાર્યો કરવા ન જોઈએ. આ ઉપરાંત, કૃષિ ભાગમાં જીવાત પડવાની સંભાવના છે. પાક સંરક્ષણના પગલા લેવા સારા છે.
જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત, કચ્છમાં પણ અત્યાર સુધીનો 31.61 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 30.34 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 33.38 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 35.24 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 33.30 ટકા વરસાદ વરસાદ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.