ફરી એક વખત આસામમાં આવેલા પૂરને કારણે ૫૦ની આસપાસ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ૪૫ લાખથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે. પુર જ્યારે તેની ઉચ્ચ ક્ષમતા હતું ત્યારે કાઝીરંગા નેશનલ પાર્ક 85 ટકા જેટલો પૂરની ઝપેટમાં હતો. કંઈક સાંભળેલું હોય એવું લાગી રહ્યું છે ને? આ વાત હકીકત ગયા વર્ષની છે. હાલમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ આસામ માં થયું છે.
120 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આવો આસામમાં દર વર્ષે બને છે. 2012માં 124 લોકો પૂરના કારણે મૃત્યુ પામ્યા હતા. 2015માં ૪૨ લોકો અને 2016માં 28 લોકો તેમજ 2017માં 85 લોકો, 2018માં 12 લોકો દર વર્ષે આટલા માણસો મરે છે. માણસો ઉપરાંત નેશનલ પાર્ક હોવાને કારણે ઘણાં જનાવરો પણ પોતાના જીવ ગુમાવે છે.સરકાર તરફથી ઘણા પ્લાન પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે તે તમામ પ્લાન ફેલ રહ્યા હતા.
શા માટે દર વર્ષે પૂર આવે છે?
સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે આ આસામ માં સૌથી વધારે પુરાવે છે. તેની પાછળનું કારણ બ્રહ્મપુત્રા નદી આસામ માંથી પસાર થાય છે. તે પોતાની દિશા ખૂબ વધારે બદલે છે.વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે ૧૯૫૦માં ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપ બાદ બ્રહ્મપુત્ર નદી વધારે અસ્થાઈ બની ગઈ. ૧૯૫૦થી ૨૦૧૦માં લગભગ બાર મોટા પુર આસામમાં આવ્યા હતા. શા માટે વધારે પ્રમાણમાં પૂર આવી રહ્યા છે તે સરકાર માટે વિચારવા જેવી બાબત છે.શું સરકાર દર વર્ષની જેમ આ વર્ષે આવેલા પુર નું કોઈ સમાધાન લાવી શકશે? શું આનો કોઈ કાયમી ઉપાય છે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP