આજે સૂર્યદેવ દર્શન આપે કે ન આપે, રવિવારે ખુલશે આ લોકોનું નસીબ

મેષ: આજે કોઇપણ નિર્ણય લેવો હોય તો અન્યની સલાહની અપેક્ષાએ તમારા મનના અવાજ ઉપર વધારે ભરોસો કરો, તેનાથી તમારા કાર્ય પૂર્ણ થશે. જો તમે તમારા વ્યવસાયિક સ્થળ પાસે ઘર સંબંધિત પ્રોપર્ટી જોઇ રહ્યા છો, તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. આ પ્રોપર્ટી તમારા માટે ફળદાયી રહેશે.

વૃષભ:ઘરની દેખરેખ અને રિનોવેશન સંબંધિત યોજનાઓ બનશે. તેના કારણે ખર્ચ વધારે રહેશે. આધ્યાત્મ અને ધર્મ-કર્મ સંબંધિત કાર્યોમાં પણ તમારો સહયોગ રહેશે.ધ્યાન રાખો કે પાડોસીઓ સાથે કોઇ વાતને લઇને વાદ-વિવાદ વધી શકે છે. પોલીસ સંબંધિત કાર્યવાહી પણ થવાની આશંકા છે.

મિથુન:યોજનાબદ્ધ રીતે કાર્યો સંપન્ન કરશો તો તમને સફળતા પ્રાપ્ત થશે. તમારું ઘરનું વાતાવરણ આનંદદાયી રહેશે તથા ઘરની સુખ-સુવિધાઓ અંગે વધારે ધ્યાન રાખશો તો વાતાવરણ તણાવમુક્ત રહેશે.ક્યારેક અન્યની વાતો ઉપર વધારે વિશ્વાસ કરી લેવો તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

કર્ક:સ્વભાવમાં ભાવુકતા તથા અન્ય પ્રત્યે સહાનુભૂતિ રાખવી તમારો વિશેષ ગુણ છે. આજે પારિવારિક સુખ-સુવિધાઓને લઇને ખર્ચ કરી શકશો. ધાર્મિક સ્થાનમાં પણ સેવા સંબંધિત યોગદાન રહેશે.આ સમયે કર્ક રાશિના લોકોએ ધૈર્ય જાળવીને રાખવું જોઇએ. ગુસ્સાના કારણે પરિવારનું વાતાવરણ ખરાબ થઇ શકે છે.

સિંહ:સિંહ રાશિના લોકો માટે આત્મ સન્માન પહેલી પ્રાથમિકતા રહે છે. આજે તમારા સ્વભાવમાં ખૂબ જ વધારે ભાવુકતા રહેશે. આજે અન્ય પ્રત્યે સહયોગ અને મદદ કરવી તમારા માન-સન્માનને વધારી શકે છે.ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે.

કન્યા:આજે તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં વ્યતીત થશે. કોઇ યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. આજે પૂર્ણ ઊર્જા સાથે તમારા કાર્યોને સંપન્ન કરો.કોઇ નજીકના સંબંધી તરફથી અશુભ સૂચના મળવાથી પરિવારમાં નિરાશાનું વાતાવરણ રહેશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઇને ગંભીર રહે.

તુલા: થોડાં સમયથી તમે તમારા વ્યક્તિત્વ અને ભવિષ્ય સંબંધિત વિકાસ માટે જે પ્રયાસ કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળી શકે છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તેનો ભરપૂર લાભ ઉઠાવો અને સન્માન કરો. કોઇ-કોઇ સમયે તમે તમારા ઘરના વરિષ્ઠ વ્યક્તિઓની સલાહની અવગણના કરી દો છો, તે યોગ્ય નથી.

વૃશ્ચિક:તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક સ્થિતિઓ તરફ વધારે રહેશે. ઘરના વડીલો દ્વારા પણ તમને આશીર્વાદ અને કોઇ મૂલ્યવાન ભેટ પ્રાપ્ત થશે. અન્ય લોકોની સમસ્યામાં પડવાથી તમારા માટે પણ પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. સરકારી સેવાનું કામ કરતાં વ્યક્તિઓ માટે ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે.

ધન:આજે તમારો ગુપ્ત વિદ્યાઓ પ્રત્યે રસ વધશે. કોઇપણ વાતને ઊંડાણપૂર્વક જાણવાની ઇચ્છા રહેશે. આધ્યાત્મિકતા પ્રત્યે વધી રહેલું તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વ અને સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન લાવશે.બાળકોના વ્યવહારમાં થોડું નકારાત્મક પરિવર્તન તમારા માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. ગુસ્સાના કારણે તેમની સાથે મિત્રતા પૂર્ણ વ્યવહાર કરવો તેમની સમસ્યાનું સમાધાન કરશે.

મકર:થોડાં સમયથી તમે ખૂબ જ અનુશાસિત તથા વ્યસ્થિત દિનચર્યા જાળવી રાખી છે. જેનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પડશે. થોડી નકારાત્મક પ્રવૃત્તિના મિત્ર તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે. વ્યવસાયમાં ખૂબ જ વધારે પ્રતિસ્પર્ધા જેવી સ્થિતિ બની રહી છે.

કુંભ:આ સમયગાળો તમારા માટે ફળદાયક રહેશે. આ સમયગાળામાં તમે યોગ-ધ્યાન કરીને આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધી શકો છો. આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઇએ. જે વિદ્યાર્થી વિદેશમાં જઇને શિક્ષા લઇ રહ્યા છે તેમના સપના ઉપર રોક લાગી શકે છે. જે લોકો 50થી વધુ ઉંમરના છે તેમણે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

મીન: આવકના નવા સ્ત્રોત આ દરમિયાન તમને મળી શકે છે. કારોબાર કરતાં લોકો નવી યોજનાઓને લાગૂ કરીને ધન કમાઇ શકે છે. ઘરના કોઇ સભ્યને સમાજમાં કોઉ ઉપલબ્ધિ હાંસલ થઇ શકે છે.આર્થિક પક્ષને સુદ્દઢ કરવા માટે તમે જે પ્રયાસ કર્યા હતાં, જેના સારા પરિણામની તમને અપેક્ષા હતી તે આ સમયે તમને જોવા મળશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *