હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. અનેકવિધ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. કોરોના વાઈરસે ફરી એકવખત રફ્તાર પકડી છે. હાલમાં જ રણબીર કપૂરથી લઈને આશિષ વિદ્યાર્થી સુધી કેટલીક સેલિબ્રિટી આ મહામારીની ઝપેટમાં આવી ચુક્યા છે.
આ દરમિયાન BMC દ્વારા બોલિવુડ એકટ્રેસની વિરૂદ્ધ કોરોના વાઈરસ ગાઈડલાઈનના નિયમ ઉલ્લંઘનના આરોપમાં FIR નોંધાવવામાં આવી છે. આ એકટ્રેસ ગોહર ખાન છે. તેમને કોરોના પોઝીટીવ મેળવ્યા પછી પણ નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે. ગોહર ખાને કોરોના પોઝિટીવ થયા પછી પણ નિયમોનુ પાલન કર્યુ નથી. ત્યારપછી BMCએ એક્ટ્રેસની વિરૂદ્ધ આ પગલુ ઉઠાવ્યુ છે.
BMCએ એક્ટ્રેસ વિરુદ્ધ કર્યો કેસ:
BMCએ કોવિડ નિયમોનુ પાલન ન કરવા પર બોલિવુડ અભિનેત્રી ગોહર ખાનની વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મુંબઈમાં આવેલ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં BMC દ્વારા નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ઝોન-9 ના DCP અભિષેક ત્રિમુખેએ ગોહર ખાનની વિરૂદ્ધ કેસ નોંધવાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ મામલે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ટીમ દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે.
ગૌહર ખાને કર્યુ કોવિડ-19 નિયમોનું ઉલ્લંઘન:
BMCના આલા અધિકારીઓની પાસેથી મળેલ જાણકારી પ્રમાણે બોલિવુડ અભિનેત્રી ગોહર ખાન કોવિડ ટેસ્ટ વખતે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને ઘરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતાં પણ BMCને જાણ મળી હતી કે, તેઓ કોવિડ માટે બનાવવામાં આવેલ નિયમોનુ પાલન કરી રહ્યા નથી.
BMCના અંધેરી વોર્ડ ઓફિસ તરફથી ગોહર ખાનની વિરૂદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 188, 269 તથા 270 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધ્યા પછી મુંબઈ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. ગોહર ખાનની વિરૂદ્ધ કેસ નોંધ્યા પર મુંબઈની મેયર કિશોરી પેડનેકર જણાવે છે કે, જે કોઈપણ કોરોના નિયમોનુ પાલન કરશે નહીં તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારપછી તે કોઈ ખાસ વ્યક્તિ હોય કે સામાન્ય.
No Compromise On City’s Safety!
BMC has filed an FIR against a Bollywood actor for non-compliance to COVID19 guidelines on testing positive.
The rules apply to all alike and we urge citizens to follow all guidelines and help the city beat the virus.#NaToCorona pic.twitter.com/Qp9J21OLcS
— माझी Mumbai, आपली BMC (@mybmc) March 15, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle