ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેરની નંદેસરી(Nandesari) GIDCની એક કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ(Blast) થયા પછી ભીષણ આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો હતો. જો કે, ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળપર દોડીઆવી હતી. આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં કેટલાક કર્મચારીઓ આગની ઝપેટમાં આવી જવાને કારણે ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરામાં આવેલી નંદેસરી GIDCમાં દીપક નાઈટ્રાઈટ નામની કંપનીમાં એક પછી એક 6 પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. ત્યારબાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણથી ચાર કર્મચારીઓને ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી હતી.
ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 20થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને વિકરાળ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જો કે, આ ઘટના પછી કંપની નજીક ઉભેલા એમોનિયા ભરેલા ટેન્કર સુરક્ષિત કરી દેવામાં આવ્યા હતા.
વડોદરાના નંદેસરી GIDCમાં દીપક નાઈટ્રાઈ કંપનીના ભીષણ આગ અંગે વડોદરા ફાયર બ્રિગેડના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટે જણાવતા કહ્યું હતું કે, કંપનીમાં અત્યાર સુધી કુલ 6 જેટલા પ્રચંડ બ્લાસ્ટ થયા છે અને ત્યાર બાદ આગ લાગી હતી. જો કે, આ આગમાં હાલમાં તો કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે કંપનીની નજીક રહેલા એમોનીયાથી ભરેલા ટેન્કરને સુરક્ષિત કરી દેવામાં આવ્યા હતા.
આગની ઘટનાને લઇ જ્યારે ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર બ્રિગેડ ટીમોને તાત્કાલિક જ સ્થળ પર મોકલી દેવાઈ હતી. ત્યારે આ ઘટના અંગે કલેકટરએ પણ જાણકારી મેળવી હતી. 20 કરતા પણ વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે આવી પહોચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.