સુરતના હજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટના ચેમ્બરમાં તણખો થયો હતો. ગેસ રિસાવના કારણે વહેલી સવારે 3 વાગ્યાને 15 મિનિટ આસપાસ ત્રણ ધડાકા થયા હતા. આ ધડાકા થવાથી આગ લાગી ગઈ હતી. સાથે જ આસપાસના ગામવાસીઓ સાથે શહેરીજનો ધ્રૂજી ગયા હતા અને ઘર બહાર આવી ગયા હતાં.
ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં દેખાઈ રહી હતી. ત્રણ વ્યક્તિ લાપતા થયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉભરાટ પાસે ગેસ લાઈનનો વાલ્વ બંધ કરી દેવાતા અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ સળગી જતાં આગ પર કાબૂ મેળવાયો હતો. સમગ્ર દુર્ઘટનામાં ઓએનજીસી દ્વારા કોઈ જાનહાનિ ન થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પાઈપમાં રહેલો ગેસ સળગાવી આગ પર કાબૂ
મુંબઈથી સુરત આવતી ગેસની પાઈપમાં ટર્મિનલ પાસે આગ લાગી જવા પામી હતી. જેના પર કાબૂ મેળવવા માટે ઉભરાટ પાસે આવેલા વાલ્વને બંધ કરી દેવાયો હતો. ઉભરાટથી હજીરા(દુર્ઘટના સ્થળ) સુધીનો ગેસ સળગાવવા માટે ચીમની દ્વારા પ્રેશરથી ગેસ સળગાવાયો હતો. જેથી પાઈપમાં રહેલો ગેસ સળગી જતા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ફાયરબ્રિગેડની ગાડીઓ પાછી ફરી
માખ્ખી જાની જે ફાયર ઓફિસર છે તેમણે જણાવ્યું હતું કે, ત્રણ ફાયર સ્ટેશનની 5 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. એટલું જ નહીં પણ મોટી દુર્ઘટના હોવાથી આજુબાજુની રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝની ફાયર વિભાગમાંથી મદદ પણ લેવામાં આવી હતી. મુંબઇથી આવતી પાઇપ લાઈનમાં ધડાકો થયો હતો. ઘટના બાદ ONGCનું ફાયર વિભાગ જ હાઇડ્રોલિક સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવા કામે લાગી ગયો હતો. આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલીંગ કામગીરી કરાઈ રહી છે. આગને ONGCની ચીમનીથી રસ્તો આપી દેવાયો હતો. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ પરત ફરી હતી.
પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિ ગુમ
સુરક્ષાને ધ્યાનમાં રાખતાં મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇ વેના રસ્તાઓ બંધ આવ્યા હતા. ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગેસ ટર્મિનલમાં આગ લાગ્યા બાદ અને પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિ ગુમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાંથી એક સિક્યોરિટી ગાર્ડ અને બે શ્રમિકોમાં લાઈનમેન સહિતના હોવાનું ચર્ચા થઇ રહી છે.
આગને કારણે ONGCને અબજો રૂપિયાનું નુકસાન થયું
ONGCના આ પ્લાન્ટમાંથી થતો ગેસ સપ્લાય હજીરાની ફર્ટિલાઈઝર કંપની, પાવર અને પેટ્રોલિયમ કંપનીઓ, સીએનજી ઉત્પાદક કંપનીઓ, સિરામિક કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ભારતનાં છ રાજ્યોમાં આ ગેસ પાઈપલાઈન જાય છે, જેને કારણે આગથી ONGC કંપનીને અબજો રૂપિયાનો પ્રોડક્શન લોસ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle