રિંગરોડ ખાતે આવેલ રૂષભ અને લક્ષ્મી માર્કેટની 700 દુકાનો સીલ કરી.
ફાયર સેફટીના અભાવે 700 દુકાનો સીલ કરી.
વારંવાર નોટિસ આપી હોવા છતાં ફાયર સેફટીના સાધનો મુકાયા ન હતા.
આખરે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી.
તસ્વીરો પ્રતીકાત્મક છે.
સુરત તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટના બાદ ફાયર વિભાગ ની ટિમ હરકત માં આવી મોલ મલ્ટીપ્લેક્ષ, માર્કેટ, ટ્યુશન કલાસીસ સામે લાલ આંખ કરી છે. તમામ સ્થળો પર તપાસ હાથ ધરી નોટિસ આપવાની કામગીરી શરુ કરી છે. ત્યારે ફાયર વિભાગે મોડી રાત્રે રીગરોડ વિસ્તારમાં આવેલી ઋષભ અને લક્ષ્મી માર્કેટની 700 દુકાનો ને સિલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.
અગાઉ આ માર્કેટ ને ફાયર સેફટી ના મુદ્દે નોટિસ અપાય હતી. તેમ છતાં કોઈ પણ પ્રકાર ની ફાયર સેફટી નહિ લગાડતા દુકાનો સિલ કરવામાં આવી હતી.માર્કેટ સિલ કરવામાં આવતા નોકરી પર આવતા કારીગરો પોતાના ઘરે પરત ફર્યા હતા..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.