ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. તે વિસ્તારમાં આવેલા રેડીયોમીર્ચી ટાવરની સામે આવેલ ઝૂંપરપટ્ટી ભીષણ આગ લાગી છે. ત્યાના લગભગ 15 ઝૂંપડા આગમાં લપેટાયા છે, તો બીજી તરફ, 30 થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે.
હાલમાં તાત્કાલિક ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. આગ બેકાબુ બની છે. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. થોડી ઘણી આગ કાબુમાં આવી છે. શ્રમજીવી પરીવારોની ઘરવખરી બળીને ખાખ થઇ જતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
વધુ જાણવા મળતી માહિતી મુજબ, હાલમાં તો ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. અને સુર્ક્ષિત જગ્યાએ ફેરવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. પરંતુ ત્યાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગ બેકાબુ બની છે. તેમ છતાં આગને કાબુમાં લાવવ ફાયરબ્રિગેડ ઘણાં પ્રયાસો કરી રહ્યાં છે. આગને કાબુમાં કરવાં મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ઝૂપડપટ્ટીનો વિસ્તાર એટલો ભરચક હતો કે, ફાયર વિભાગના વાહનોને આગ બૂઝવવા અંદર આવવા તકલીફ પડી હતી. સાંકડી ગલીમાં મિની ફાઈટર લાવવાની ફરજ પડી હતી. નાની પાઈપલાઈનથી પાણીનો મારો ચલાવાવમાં આવ્યો હતો. ઝૂપડા એકબીજાની નજીક હતા, અને તેના ઉપર પ્લાસ્ટિક હોવાથી આગ ફેલાઈ હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મોટું નુકસાન થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદ નગર વિસ્તારમાં આવેલો આ ઝુપડપટ્ટી વિસ્તાર ૩૦ વર્ષ જુનો છે. ઝુપડા અને આસપાસનાં મકાનોમાંથી લોકોએપોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા છે. ઝૂંપડાં સમગ્ર બળીને ખાક થઈ ગયાં છે. અત્યાર સુધીની માહિતી મુજબ આગને ઘણી કાબુમાં કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.