આગમાં જીવતી બળીને રાખ થઇ બે વર્ષની માસુમ બાળકી- વાંચો ગુજરાતમાં ક્યા બની ઘટના

Gujarat Vadodara: ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરા શહેરમાં પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં એક ઇંટોનો ભઠ્ઠો આવેલો છે. આ ભઠ્ઠામાં મજૂરી કામ કરતા શ્રમજીવીઓ તેના પરિવાર સાથે બાજુમાં આવેલી ખૂલ્લી જગ્યામાં ઝુપડાઓ બાંધીને રહેતા હતા.

તેમના ઝૂંપડામાં આગ લાગી હતી અને આ ઘટનામાં પિતા-પુત્રીને ગંભીર રીતે ઇજા થઇ હતી અને બે વર્ષની માસુમ બાળકીએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ કરુણ મોત નિપજયું હતું. મૂળ યુ.પી.ના વતની આશિષકુમાર જાવટ તેમના પરિવાર સાથે ઝૂપડું બાંધીને ઇંટોના ભઠ્ઠાની બાજુમાં રહેતા હતા.

મોડી સાંજે ઝૂંપડામાં ચૂલો સળગવામાં આવ્યો હતો તેમાં લટકતું પ્લાસ્ટિક પડ્યું, અને પ્લાસ્ટિકના કારણે ઝુંપડામાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં આશિષભાઇ પગમાં દાઝી ગયા હતા. આશિષભાઇની બે વર્ષની પુત્રી પણ આગ લાગી ત્યારે ઝૂપડામા જ હતી.

તેના શરીર પર પ્લાસ્ટિક પડવાના કારણે કપડાં આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યાર બાદ તરત જ 108 બોલવામાં આવી અને બાળકીને પ્રથમ વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ હવામાં આવી હતી.

બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ત્યારે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ઈંટોના ભઠ્ઠા પાસે રહેતા શ્રમજીવીઓમાં ગમગીની ફેલાઈ ગઈ છે. હાલ વાડુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *