ગુજરાત(Gujarat): ઉનાળો શરુ થઇ ગયો છે અને કેરીની સિઝન(Mango season) પણ હવે આવી ચુકી છે. ત્યારે આ સિઝનમાં લોકો જુદા જુદા પ્રકારની કેરી ઝાપટી જશે. સિઝન શરૂ થતાંની સાથે જ કેરીના ભાવની ચર્ચા પણ થવા લાગી છે. ત્યારે હવે ગોંડલ માર્કેટ યાર્ડ(Gondal Market Yard)માં આવી કેસર કેરી આવી ગઈ છે અને એક બોક્સનો ભાવ પણ બોલવામાં આવ્યો છે.
જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી એવી કેસર કેરીનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે હવે આ વર્ષે બજારમાં કેસર કેરીનું અઢારથી વીસ દિવસ વહેલા જ આગમન થઇ જવાને કારણે કેસર કેરીની સિઝનની શરૂઆત થતાની સાથે જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે.
મહત્વનું છે કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં સીઝનની પહેલી આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આજથી આવક શરૂ થઈ જવા પામી છે. ત્યારે મીઠી મધુર કેસર કેરીના 190 બોકસની આવક ચુકી છે. જેના એક બોક્સનો ભાવ રૂપિયા 1700/-થી લઈને 2100/- સુધી બોલવામાં આવ્યો છે. ત્યારે કેસર કેરી પકવતાં ખેડૂતોને આગામી દિવસોમાં સારા ભાવ મળશે તેવી આશા સેવાઈ રહી છે.
ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી દિવ્યેશભાઈએ જણાવતા કહ્યું છે કે, હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં જસાધાર, ઉના, બાબરીયા સહિતના વિસ્તારમાંથી કેસર કેરીની આવકો જોવા મળી હતી. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની સીઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક શરુ થવા પામી છે અને આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોકસના ભાવ રૂપિયા 1700/- થી લઈને 2100/- સુધી બોલવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.