“પહેલા મતદાન કરો, પછી લગ્નમાં પધારશો” અનોખી લગ્ન કંકોત્રી થઇ વાયરલ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ની તારીખો જાહેર થઇ ગઈ છે. તમામ રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આ વિધાનસભા ચુંટણી દરમિયાન વધુમાં…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ની તારીખો જાહેર થઇ ગઈ છે. તમામ રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આ વિધાનસભા ચુંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના સંદેશા લોકોને આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે જૂનાગઢ(Junagadh) જિલ્લામાં કંકોત્રીમાં મતદાન જાગૃતિના સંદેશા સાથે અચુક મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા કલેકટર રચિત રાજે જણાવતા કહ્યું છે કે, ચૂંટણીના સમયની આસપાસ ઘણા બધા લગ્નો નિર્ધારિત હોવાથી લગ્નમાં આવો અને મતદાન કરવાની અનેક પરિવારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જૂનાગઢના જયંતિભાઇ રવજીભાઇ કાચા પરિવારના ઘરે લગ્ન હોવાને કારણે તેમણે અનોખા પ્રકારની લગ્ન કંકોત્રી પણ છપાવી છે.

આ કંકોત્રીમાં મતદાનનું મહત્વ અને જરૂરિયાત દર્શાવવામાં આવી છે. સાથે 1 ડિસેમ્બરના રોજ પહેલા મતદાન કરો પછી જ લગ્નમાં પધારશો તેવું પણ જણાવી મતદાન જાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ મતદારોની સંખ્યા વધે તે માટે દરેકને અપીલ પણ કરવામાં આવી રહી છે.

સાથે જ લગ્ન કંકોત્રીમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, હું તમને અપીલ કરૂં છું કે, આપનો કિંમતી મત આપીને લોકશાહીને મજબૂત બનાવો. અવસર લોકશાહીનો, અવસર મતદાનનો હોય ત્યારે મતદાન કરો અને તમે પણ લોકશાહીના સિંહ બનો. શું તમે તૈયાર છો? આ રીતે તદ્દન અનોખા અંદાજમાં જ લગ્ન કંકોત્રી બનાવી મતદાન વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *