અમારું કોઈ સાંભળતું નથી તો અમે શા માટે મત આપીએ? જાણો ક્યાં લાગ્યા મતદાન બહિષ્કારના બેનરો

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022) આવતા જ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોથી નારાજ નાગરિકોએ રાજકીય પાર્ટીઓ સામે પોતાની નારાજગી દર્શાવી છે. જો વાત કરવામાં આવે તો…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022) આવતા જ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોથી નારાજ નાગરિકોએ રાજકીય પાર્ટીઓ સામે પોતાની નારાજગી દર્શાવી છે. જો વાત કરવામાં આવે તો વડોદરા(Vadodara) શહેરના કારેલીબાગ(Karelibagh) વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના લોકોએ બેનરો લગાવી પોતાની નારાજગી દર્શાવી છે. મહત્વનું છે કે, સોસાયટીઓની બહાર લાગતા શાકમાર્કેટોથી નાગરિકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટી વાસીઓ દ્વારા મતદાનના બહિષ્કારના બેનર લગાવી દેવામાં છે. જો વાત કરવામાં આવે તો કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો પણ સ્થાનિકો દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો છે. શાક માર્કેટ અને લારી-ગલ્લાના દબાણને કારણે સ્થાનિક લોકો ખુબ જ હેરાન છે. અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવવાને કારણે સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી સોસાયટીઓ બહાર બેનરો લગાવવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, કલાકુંજ-1, 3, હરિકૃપા સોસાયટી, અજિતનાથ, નિર્વાણ ફ્લેટ, ધનલક્ષ્મી સોસાયટી, સુકાન ફ્લેટ સહિતના લોકો ખુબ જ પરેશાન છે. સ્થાનિકોએ જણાવતા કહ્યું હતું કે, અમે તો મત આપવા માંગીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી તો અમે શા માટે મત આપીએ? રોડ પર શાક માર્કેટ ભરાતુ હોવાથી ટ્રાફિકજામના સર્જાય છે અને સોસાયટીમાં લોકો વાહન પાર્ક કરી રહ્યા છે. અમારી માંગ આ શાક માર્કેટ હટાવવાની છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *