સુરતમાં જીમમાં ફિટનેસ ટ્રેઇનર પર અજાણ્યા યુવકોએ ફિલ્મી ઢબે કર્યો હુમલો – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

ગુજરાતમાં અવાર-નવાર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના અલથાણ વિસ્તારમાંથી સામે આવી છે. અંગત અદાવતમાં જીમના ફિટનેસ ટ્રેઇનર…

ગુજરાતમાં અવાર-નવાર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના અલથાણ વિસ્તારમાંથી સામે આવી છે. અંગત અદાવતમાં જીમના ફિટનેસ ટ્રેઇનર ઉપર 7 થી 8 જેટલા યુવકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો પણ વાઈરલ થઇ રહ્યો છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના અલથાણ વિસ્તારમાં જીમમાં ફિટનેસ ટ્રેઇનરને વગર વાંકે 7 થી 8 યુવકો ધસી આવી માર માર્યો હતો. જેને પગલે ફિટનેસ ટ્રેઇનરે પોલીસ કંટ્રોલરૂમમાં 100 નંબર કોલ કરતા પોલીસ દોડી આવી હતી. જો કે પોલીસ આવે તે પહેલા તમામ ત્યાંથી ભાગી ગયા હતા. CCTV કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે. હાલમાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં આવેલ સિટી લાઇટ વિસ્તારમાં રહેતા સુકેતુ શ્રીકાંત અલથાણ જીમમાં ફિટનેસ ટ્રેઇનર છે. શનિવારે બપોરે તેઓ કસરત કરતા હતા તે વખતે જીમ ટ્રેઇનર સાગર જ્યસ્વાલે તેને બોલાવ્યો હતો. સુકેતુ જીમનો દરવાજો ખોલીને બહાર જાય તે વખતે અચાનક 7 થી 8 યુવકોએ તેને ખેંચીને મારામારી કરવા લાગ્યા હતા. જેના કારણે તેને ઈજા પણ થઈ હતી. સુકેતુનો કોઈ વાંક ન હતો છતાં બીજાનો દોષનો ટોપલો તેના માથે નાખી હુમલો કર્યો હોય એવુ સુકેતુએ જણાવ્યું છે. જો કે ખરેખર આ બાબતે પોલીસ તપાસ કરે તો સાચી હકીકતો બહાર આવી શકે છે.

હુમલો કરનારામાં એકનું નામ રેફલ પટેલ અને બીજાનું પિન્ટુ પટેલ, પીયુ પટેલ ઉપરાંત અન્ય છ તેના મિત્રો હોવાની વાત છે. તમામ બમરોલીમાં રહેતા હોવાની વાત પોલીસને જણાવી છે. સુકેતુ જીમમાંથી દરવાજો ખોલીને બહાર નીકળે તે સમયે હુમલોખોરોએ તેને પકડી બહાર ખેંચી માર મારવા લાગ્યા હતા. આ ઉપરાંત જીમના સાધનો વડે પણ માર માર્યો હતો. જીમમાં લાગેલા CCTV ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે. ખટોદરા પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *