ગુજરાત(Gujarat): કચ્છ(Kutch)માંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના મુન્દ્રા(Mundra)ના ગુંદાલા(Gundala) પાસે કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના 5 લોકોના મોત(5 people died) થયા હતા. આ તમામ લોકો એક જ પરિવારના હોવાની જાણકારી સામે આવી રહી છે. કેનાલમાંથી 4 લોકોના મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ તરવૈયાઓની ટીમ દ્વારા પાંચમો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો.
मुंद्रा के गुंडाला गांव में नर्मदा नहर में एक ही परिवार के 5 सदस्य डूब गए। पुलिस ने सभी शवों को बरामद कर लिया है। पानी लाते समय नहर में फिसली महिला को बचाने के लिए परिवार के सदस्य नहर में कूद गए थे: सौरभ सिंह, SP, कच्छ पश्चिम, गुजरात pic.twitter.com/aZ4uG9naYE
— ANI_HindiNews (@AHindinews) November 15, 2022
મળતી માહિતી અનુસાર, મુન્દ્રાના ગુંદાલા નજીક કેનાલમાં એક જ પરિવારના 5 લોકો ડૂબી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ડૂબી રહેલા લોકોને શોધવાનો પ્રયાસ શરુ કરી દીધો હતો પરંતું એક બાદ એક ચાર જેટલા મૃતદેહો મળી આવ્યા હતા અને થોડા સમય બાદ પાંચમા વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
જો વાત કરવામાં આવે તો તમામ મૃતદેહોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તમામ મૃતકો એક જ પરિવારના અને ગુંદલા ગામનો સથવારા પરિવાર હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા હોસ્પિટલ પર મૃતકોના પરિવારજનો પહોંચ્યા હતા અને આખી હોસ્પિટલમાં આક્રંદ છવાય ગયો હતો. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકોના નામની યાદી:
આ દુર્ઘટનામાં ત્રણ મહિલા અને બે પુરુષો સહિત રાજેશ ખીમજી, કલ્યાણ દામજી, હીરાબેન કલ્યાણ, રસિલા દામજી અને સવિતાબેનનું મોત નીપજ્યું છે.
શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું:
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામના દેવીપુજક પરિવારના પાંચ સભ્યો કેનાલમાં પડી જવાથી મૃત્યુ પામ્યાના ખબરથી વ્યથિત છું . માન.મુ.મંત્રીશ્રી તથા માન.પ્રધાન મંત્રીશ્રીને આ ગરીબ પરિવાર માટે તાત્કાલિક પુરતી વળતરની વ્યવસ્થા કરવા વિનંતી . મૃતકના કુટુંબીજનો સાથે મારી સંવેદનાઓ છે
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) November 14, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.