નદીમાં ન્હાવા ગયેલા પાંચ યુવાનોના ડૂબવાથી દર્દનાક મોત- પાંચેય પરિવારના પગ તળેથી સરકી જમીન

ગુજરાત(Gujarat): દેવભૂમિ દ્વારકા(Dwarka)ના ભાણવડ(Bhanvad)ની ત્રિવેણી(Triveni) નદીમાં ધૂળેટીના દિવસ પર પાંચ મિત્રોના ડૂબી જવાને કારણે મોત નિપજતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાય જવા પામ્યો હતો. ભાણવડમાં રહેવાસી કિશોર વયના પાંચ મિત્રો ધુળેટીના પર્વ પર રંગોથી રમ્યા પછી ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ડૂબકી લગાવી હતી. અહીં અકસ્માતે ડૂબી જતાં એક સાથે પાંચે’ય મિત્રોના મોત નિપજતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

ધુળેટીના પર્વ પર ભાણવડના શિવનગર અને રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગોથી રમ્યા પછી ત્રિવેણી નદીમાં ન્હાવા માટે આવી પહોચ્યા હતા. આ દરમિયાન અકસ્માતે પાંચે’ય મિત્રો ડૂબી જવાને કારણે કરુણ મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને તમામના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. નદીમાં ન્હાવા પડતી વખતે પાણીની ઊંડાઈનો અંદાજ ન હોવાને કારણે પાંચેય તરુણો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે.

ધૂળેટી જેવી ખુશીના પર્વ પર જ પાંચ જુવાનજોધ પુત્રોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનોની ખુશી માતમમાં ફેરવાય જવા પામી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.

નદીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામેલા મૃતકોના નામ:
નદીમાં ડૂબી જવાને કારણે જીતભાઈ ભરતભાઈ કવા (ઉ.વ.16) રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ
હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ (ઉ. વ 17) રહે. ખરાવાડ, ભાણવડ, ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા (ઉ.વ.16) રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ, ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા રહે. શિવનગર, ભાણવડ, હિતાર્થ અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી (ઉ.વ.16) રહે. શિવનગર, ભાણવડનું મૃત્યુ નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *