ગુજરાતમાં પાંચ લાખ યુવાનો આખા ગુજરાતમાં સ્વચ્છતાની ઝુંબેશ ચલાવશે : વિજયભાઇ રૂપાણી

યુથ ફાઉન્ડેશન આયોજિત “જલ્દી કર કાર્યક્રમ’માં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ :

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં હજ્જારો યુવાનોએ સુરતને નંબર વન સ્વચ્છ શહેર બનાવવા સંકલ્પ લીધા :

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતના હજારો યુવાનોએ સુરતને ૨૦૨૧ સુધીમાં દેશમાં નંબર વન સ્વચ્છ શહેર બનાવવાના કરેલા સંકલ્પને એતિહાસિક ગણાવી, યુવાનોને શિસ્તબદ્ધ,કર્તવ્યનેષ્ઠ, દેશભકિત અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી સુદઢ રાજય-રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બનવાના દઢસંકલ્પને બિરદાવ્યો હતો.

ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યુથ ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસેઆયોજીત જલ્દી કર કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ભાવના અને સરદાર પટેલની મહત્વાકાંક્ષાને પરિપુર્ણ કરવા સુરતના યુવાનોએ પહેલ કરી છે જે અભિનંદનને પાત્ર છે.

પુ. જ્ઞાનવત્સલ સ્વામી (બીએપીએસ)એ યુવાશકિતને યોગ્ય દિશામાં વાળવા માટે હકારાત્ક વિચારોનું મંથન કરવાનો અવસર આપ્યો છે. દષ્ટ્રકેિણ એ તમારો અભિગમ છે. અભિગમને જીવનમાં ઉતારીને લક્ષને સિધ્ધ કરવા અનુરોધ તેમણે કર્યો હતો.

આ વેળાએ યુથ ફાઉન્ડેશનના ૩૦૦ યુવાનો દ્વારા સુરતને સમગ્ર દેશમાં સ્વચ્છતાની દષ્ટ્રિએ ૨૦૨૧ સુધીમાં નંબર વન બનાવાશે તેવો સંકલ્પ યુથ ફાઉન્ડેશનના શ્રી ધવલભાઇ પટેલે કર્યો હતો. કાર્યક્રમમાં રાજય આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, મેયર શ્રી જગદીશભાઇ પટેલ, કલેકટર શ્રી ધવલભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, ઇ.ચા.પોલીસ કમિશનરશ્રી હરેકૃષ્ણ પટેલ, નીતિનભાઇ ભજીયાવાળા, શ્રી મથુરભાઇ સવાણી, શ્રી ચુનીભાઇ ગજેરા, શ્રી લવજીભાઇ ડાલિયા સહિત યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *