રાજ્યમાં સિંહોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ખૂબ જ ગર્વની વાત કહેવાય કે, ગીરના જંગલોમાં વર્ષ 2020 ની ગણતરી મુજબ 674 નોંધાઈ હતી. જે અગાઉના વર્ષ કરતા 28.9% વધારે હતી. અવારનવાર સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સિંહોના આંટાફેરાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
View this post on Instagram
છાશવારે સિંહોના ટોળા ગામડાઓમાં ખુશી ઢોરનો શિકાર કરતા હોય છે, જેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે. ત્યારે રાજુલાના કોવાયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ઘૂસ્યા હતા. આ સિંહોએ એક આખલાને નિશાની પણ લીધો હતો પરંતુ આખલાનો શિકાર કરી શક્યા નહોતા. એક આખલાએ પાંચ સિંહોને હંફાવી દીધા હતા, અને જંગલના રાજાને દીવાલ કૂદી ભાગવું પડ્યું હતું.
આખલાની બહાદુરી સામે જંગલના રાજા હાંફી ગયા
રાજુલાના કોવાયા ગામનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, શિકારની શોધમાં નીકળેલા સિંહોએ એક આખલાને નિશાને લીધો હતો. જોકે આ સિંહો આખલાનો શિકાર કરી શક્યા નહોતા. સિંહ અને આખલા વચ્ચે ઘણું ઘર્ષણ થયું પરંતુ આખલા સામે જંગલના રાજા સિંહોને ઘૂંટણે બેસવું પડ્યું હતું.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પાંચ સિંહ માંથી એક સિંહ દિવાલ ટપીને ભાગી રહ્યો છે, જ્યારે બાકીના ચાર સિંહો પણ શિકાર કરવાનું છોડી ત્યાંથી જંગલ તરફ નીકળી જાય છે. થોડા સમય પહેલા આવી જ ઘટના સામે આવી હતી. જાફરાબાદના નાગેશ્રી ગામમાં આવી જ રીતે સિંહોએ આખલાનો ઘેરાવ કર્યો હતો. સિહો હુમલો કરે તે પહેલા જ આખલાએ હુમલો કરી દીધો હતો, જેના કારણે સિંહો પફડીને નાસી ભાગ્યા હતા. આ વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.