મહારાષ્ટ્રમાં કારખાનામાં બોઇલર ફાટતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. માહિતી આપતી વખતે નાગપુર પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના જિલ્લાના ઉમરેડ તાલુકાનાના બેલા ગામમાં બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બાયો ગેસ પ્લાન્ટ નજીક શનિવારે બપોરે 2 વાગ્યે બ્લાસ્ટ થયો હતો.
પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ મંગેશ પ્રભાકર નૌકારકર (21), લીલાધર વામનરાવ શિંદે (42), વસુદેવ લાડી (30), સચિન પ્રકાશ વાઘમરે (24) અને પ્રફુલ્લ પાંડુરંગ મૂન (25) છે અને બધા વડગાંવના રહેવાસી છે. માનવામાં આવ્યાં હતાં. આમાં સચિન વાઘમરે વેલ્ડર તરીકે કામ કરતો હતો જ્યારે અન્ય સહાયક તરીકે કામ કરતો હતો.
Five workers were killed in a boiler explosion at a factory in Bela Village of Umred Tehsil in Nagpur district: Nagpur Police (Rural) #Maharashtra
— ANI (@ANI) August 1, 2020
પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં પાંચેય કર્મચારી સળગી ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ અધિક્ષક રાકેશ ઓલા ઘટના સ્થળે ગયા હતા.
પોલીસે જણાવ્યું કે, સચિન વાઘમરે વેલ્ડર તરીકે કામ કરતો હતો જ્યારે અન્ય સહાયક તરીકે કામ કરતો હતો. તેમણે કહ્યું કે, વિસ્ફોટ પછી ત્યાંથી ધુમાડો દેખાયો. તેમણે કહ્યું કે, તમામ કામદારો ખરાબ રીતે દાઝી ગયા હતા અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ અધિક્ષક રાકેશ ઓલાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મૃતક કર્મચારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા નોકરી કરતા હતા અને આઉટસોર્સ કામ કરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP