ગુજરાત(Gujarat): ધોળકાથી બગોદરા હાઈવે(Dholka Bagodra Highway) પર ઈકો કારનો ગમખ્વાર અકસ્માત(Accident) થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હોવાની જાણકારી મળી રહી છે. અકસ્માત બનતાં જ 108ને જાણ કરવામાં અવી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે ધોળકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર, ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.
View this post on Instagram
ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે:
મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી પાસે વહેલી સવારમાં ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે જોરદાર રીત્તે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ કુલ પાંચ લોકોનાં મોત થતા ચકચાર મચી જવા પામી હતી.
અકસ્માતની ઘટના અંગેની જાણ કરવામાં આવતા 108 ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં:
10 દિવસ અગાઉ જ બગોદરા-વટામણ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એકાએક ટ્રક પાછળ એક તૂફાન ગાડી ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થયેલી તૂફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.