ગઈકાલે તારીખ 2 સપ્ટેમ્બર ના રોજ કચ્છ જિલ્લામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપના આંચકાની અસર સર્જાયી હતી. કચ્છ જિલ્લામાં આ મોટા આંચકા પછી વધારે 4 આંચકા અનુભવાયા હતા. આ અગાવ પણ જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, હાલ કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ફરી પાછા ભૂકંપના આંચકાઓનો દોર અનુભવવામાં આવી રહ્યો છે. ગઈકાલને બુધવાર તારીખ 2 ના રોજ બપોરે 4.1ની તીવ્રતાનો મોટા ભૂકંપનો આંચકો અનુભવ્યા પછી બીજા ઘણા ભાકંપના આંચકા ચાલુ જ રહ્યા છે.
બુધવાર તારીખ 2 ના રોજ બપોર પછી કચ્છ જિલ્લામાં એકસાથે 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા અનુભવાયા છે. એક જ દિવસમાં ભૂકંપના પાંચ પાંચ આંચકા અનુભવતા લોકોમાં ડરનો માહોલ જામ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના દુધઈ, દુદઈ, રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા આવ્યા છે. બુધવારના રોજ કચ્છ જિલ્લામાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ મોટા આંચકા પછી વધારે બીજા 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભુકંપના આંચકામાં તીવ્રતા અનુક્રમે 1.6, 2.5, 1.2 અને 1.9 રહી હતી.
રાત્રીના સમયે અંદાજે 9.15 વાગ્યે 1.6 તીવ્રતાનો આંચકો ભચાઉ થી 9 કિમી દૂર અનુભવાયો હતો. સાથે-સાથે રાતના 11.07 વાગ્યે 2.5 ની તીવ્રતાનો આંચકો રાપર થી 18 કિમી દૂર અનુભવાયો હતો. મોડી રાત્રે એટલે કે તારીખ 3ના રોજ 2.53 કલાકે 1.2 ની તીવ્રતાનો આંચકો દુધઈથી 17 કિમી દૂર અનુભવાયો હતો. આજરોજ વહેલી સવારે 5.21 વાગ્યે 1.9ની તીવ્રતાનો આંચકો દુધઈ 18 કિમી દૂર અનુભવાયો હતો. આ પાંચ આંચકાઓ માંથી ત્રણ આંચકા કચ્છ જિલ્લાના દૂધઈ વિસ્તારની આસપાસ અનુભવાયા હતા. અહીંયા ત્રણ વખત જુદા જુદા રિક્ટર સ્કેલના આંચકા અનુભવાયા હતા.
કચ્છ જિલ્લાના ભૂકંપના આંચકા પરનું મહત્વનું સંશોધન…
ભૂકંપના આંચકા અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છ જિલ્લામાં અમુક સમયે નાના-મોટા અને અતિ વિનાશકારી ભૂકંપના આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. ત્યારે કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આવનારા વર્ષમાં કચ્છ જીલ્લામાં મોટી તીવ્રતા સુધીનો મોટા ભૂકંપ આવવાની સંભવાના વ્યક્ત થઇ રહી છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા અવારનવાર કચ્છ જીલ્લામાં ભૂકંપ અને આંચકા અનુભવાઈ રહે છે. ભૂકંપના આંચકા અને નાના-નાના ભૂકંપ આવતા રહે, તે એક રીતે સારી વાત સંશોધકો જણાવી રહ્યા છે. સાથે-સાથે મોટા ભૂકંપને પાછો પણ ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે. આ વાત સાંભળતા જ કચ્છના લોકો અને આસપાસના સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જામ્યો હતો.
ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલી સ્ટડી બાદ આ તારણ બહાર આપ્યું છે. કચ્છના આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીનની ઊર્જામાં વધારો થઇ રહ્યો છે. આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં ગમે ત્યારે રિલીઝ થતાં મોટો ભૂકંપ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદ શહેરમાં પણ ભયંકર નુકસાન થવાની સંભવાના છે. ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે.
કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાત્ર વિભાગ અને ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના તજજ્ઞોની ટીમે કરેલી સ્ટડી અનુસાર, અરેબિયન જર્નલ ઓફ જિઓ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પેપરના આધારે આ મહત્ત્વનું તારણ લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં વર્ષ 2019માં રજૂ કરાયા બાદ હાલના જર્નલમાં પ્રસિદ્ધ કરાયું ત્યારે તેના પર વિશેષ પ્રકાશ પાડતાં કચ્છ યુનિવર્સીટીના ‘અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ સાયન્સ’ વિભાગના મુખ્યવડા ડોક્ટર એમ.જે. ઠક્કર અને જિયોલોજિસ્ટ ડોક્ટર ગૌરવ ચૌહાણે ઘણી મોટી માહિતીઓ આપતાં જણાવ્યું હતું કે, આઇએસઆર ગાંધીનગર શહેરના ગિરીશ કોઠિયારી અને સુનીલ કુદરેગુલા તેમજ કચ્છ યુનિવર્સીટીના ડો. એમ. ડી. ઠક્કર અને ગૌરવ ચૌહાણે સેટેલાઇટ ઇમેજના આધારે નિરોણા ગામની આજુબાજુના વિસ્તારમાં ફોલ્ટ શોધી લીધો હતો.
કચ્છ યુનિવર્સિટીના ‘અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ’ વિભાગના હેડ પ્રોફેસર ડો. એમ.જી. ઠક્કરે જણાવતા કહ્યું હતું કે, ઇતિહાસમાં નોંધાયેલા ભૂકંપ વિશે માહિતી મળી શકે છે. પણ હજારો વર્ષો પહેલા આવેલા ભૂકંપ વિશે કોઇ માહિતી છે નહિ. કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર પણ આવી જ રીતે વર્ષો પહેલા આવેલા ભૂકંપ જાણવા આ સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંસોધનોમાં આ તથ્યો સામે આવી રહ્યા છે. કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી. જેના પગલે આ ફોલ્ટ લાઇનના કારણે ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. આ ભૂકંપ ખૂબ જ ભયાનક હશે. કચ્છમાં અંજાર અને ગાંધીધામ આ ફોલ્ટ લાઇનના કિનારે હોવાથી ત્યાં ભૂકંપથી મોટી માત્રામાં નુકસાન થવાની સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ વધારે નુકસાન થવાની સંભાવના ઉભી થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews