સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં હાલમાં રસીકરણ અભિયાન શરુ છે. આ રસીકરણ અભિયાન દરમિયાન 18 વર્ષથી 45 વર્ષના યુવાનો અને યુવતીઓને રસી આપવામાં આવી રહી છે. જયારે જાણીતી લોકગાયિકા ગીતા રબારી રસીકરણના વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીને ઘરે જઈને વેક્સીન આપતા વિવાદ ઉભો થયો છે.
ગીતા રબારીએ શનિવારના રોજ ટ્વિટરના માધ્યમ દ્વારા પોતાન ઘરે નર્સ કોરોનાની વેક્સીન આપી રહી હોય તેવી પોસ્ટ ટ્વિટ કરી હતી. આ મામલે વિવાદ વખરતા ગીતા રબારીએ પોતાની પોસ્ટ ડીલીટ કરી નાખી હતી. પરંતુ તેમની પોસ્ટના સ્ક્રીન શોટ વાયરલ થતા જીલ્લા વિકાસના અધિકારી ભવ્ય વર્માએ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવાની સુચના આપી દેવામાં આવી છે. આ સૂચનાને ધ્યાનમાં લેતા સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી સમગ્ર મામલે ખુલાસો માગ્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે લોકોને રસી લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને તેમાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. લોકોને પોતાની પસંદગી મુજબ અને નજીકના સ્થળે કેન્દ્ર ન મળવાને કારણે દુર દુર રસી લગાવવા માટે જવું પડી રહ્યું છે. જયારે બીજી બાજુ ગીતા રબારી જેવા સેલીબ્રીટીને કોઈ રજિસ્ટ્રેશન વગર જ તેમના ઘરે જઈને રસી આપતા લોકો ભડક્યા છે.
ગીતા રબારીએ શનિવારના રોજ ટ્વિટરના માધ્યમ દ્વારા પોતાન ઘરે નર્સ કોરોનાની વેક્સીન આપી રહી હોય તેવી પોસ્ટ ટ્વિટ કરી હતી અને લોકોએ સવાલ કર્યા હતા કે, રજિસ્ટ્રેશન કરાવ્યું હતું? કયો સ્લોટ મળ્યો હતો? ગીતા રબારી આ તમામ સવાલોના જવાબ નહોતાં આપી શક્યા તેથી વિવાદ વધુ વિખર્યો હતો. વિવાદનો ત્યાં જ અંત લાવવા માટે પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. પરંતુ તેમની પોસ્ટ અને તેમના પતિએ વ્હોટસએપના સ્ટેટસમા મૂકેલા ફોટાના સ્ક્રીન શોટ લઇ લેવામાં આવ્યા હતા.
પોસ્ટના સ્ક્રીન શોટ વાયરલ થતા જીલ્લા વિકાસના અધિકારી ભવ્ય વર્માએ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવાની સુચના આપી દેવામાં આવી છે. આ સૂચનાને ધ્યાનમાં લેતા સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી સમગ્ર મામલે ખુલાસો માગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.