વર્ષો જુના ગોઠણના દુ:ખાવામાં રાહત મેળવવા માટે ઘરમાં રહેલી આ વસ્તુનો કરો ઉપયોગ

આજના જમાનામાં ઉમર વધતાની સાથે ઘૂંટણનો સાંધો જટીલ બનતા જાય છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો હોય તો છે…

આજના જમાનામાં ઉમર વધતાની સાથે ઘૂંટણનો સાંધો જટીલ બનતા જાય છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો હોય તો છે ગોઠણ. આ ઉપરાંત, આજના લોકોની ખાણીપીણીના લીધે શરીરની કેટલીક બીમારીઑ થવાની શક્યતાઓ વધતી જાય છે.

શુદ્ધ ખોરાક ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાય રહે છે. તેમાં ખૂબ જ પ્રમાણમા પોષક તત્વો રહેલા હોય છે. અત્યારના લોકોને શરીરમાં હાડકાંના દુખાવા થવા એ બીમારી સામાન્ય થઈ ગઈ છે. દરેક ઉમરના લોકોને હાડકાના દુખાવા થાય છે. તેનું મુખ્ય કારણ શરીરમાં અનેક કેલ્શિયમ ઘટતા હોય છે. તેના કારણે આવી સમસ્યાઓ થાય છે.

ગોઠણના દુખાવાના કારણોમાં ગોઠણ પાસેથી લીધેલું વધારે પડતું કામ, શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે યોગ્ય મુદ્રા, કે અપૂરતા ખેંચાણનો સમાવેશ થઇ શકે.ગોઠણનો દુખાવો નીચે મુજબના કારણોને લીધે થઇ શકે છે. ગોઠણ પર આવેલા વારંવારના દબાણને કારણે બળતરા (દબાણના કારણોમાં લાંબા સમય સુધી ગોઠણના આધારે બેસવું, વધારે પડતો ગોઠણનો વપરાશ કે ઈજાનો સમાવેશ થાય છે

તૂટેલી અસ્થિકૂર્ચા કે અસ્થિબંધન.

તાણ કે મચકોડ.

ઢાંકણીનું સાંધામાંથી ઊતરી જવું.

ગોઠણની ઈજા.

કમરના સાંધામાં વિકાર જે દુખાવો ગોઠણ સુધી પહોચાડી શકે છે.

ઘરમાં કઈ રીતે કાળજી લેવી

પૂરતો આરામ લેવો અને દુખાવો વધારતી પ્રવૃત્તિઓ જેવી કે વજન ઊંચકવું વગેરેને ટાળવી.

બરફ લગાડવો. સૌ પ્રથમ દર કલાકે ૧૫ મિનીટ સુધી અને બીજા દિવસથી દરરોજ ઓછામાં ઓછું દિવસમાં ચાર વખત.

સોજો ઊતરવા માટે પગને બને તેટલા ઊંચા રાખો.

દુખાવા અને સોજા માટે દવા લો

શારીરિક સારવાર:

સ્નાયુઓને આરામ દુખાવો ઓછો કરે છે અને સ્નાયુઓની તાણમાં રાહત આપે છે. સ્નાયુને આરામ આપવા માટે સ્પ્લીન્ટનો ઉપયોગ કરી શકાય જેથી બિનજરૂરી હલનચલન ઓછી કરી સંકોચન રોકી શકાય.

અસરગ્રસ્ત સાંધાને આધાર આપવા માટે ઘોડી, વૉકર કે લાકડીનો ઉપયોગ કરી શકાય.

દુખાવો અને બળતરા વધાર્યા વિના સાંધાની ગતિશીલતા અને સ્નાયુઓની શક્તિ જાળવી રાખવા માટે કસરત એક મહત્વનો ભાગ છે. કસરત દરેક વ્યક્તિ માટે ફીઝીશીયન દ્વારા અલગ અલગ તૈયાર થયેલી હોવી જોઈએ.

નીચલા અવયવોના અસરગ્રસ્ત સાંધાઓ પર દબાણ ઓછું કરવા માટે વજન ઓછું હોવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *