લોકગાયક જીગ્નેશ કવિરાજ આ બેઠક પરથી લડી શકે છે ચુંટણી- ભાજપ, કોંગ્રેસ કે AAP? જાણો ક્યાં પક્ષમાંથી

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની 10 યાદી જાહેર કરવામાં આવી છે. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ(Congress) દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારે આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો લોક ગાયક જીગ્નેશ બારોટ(Jignesh Barot) ચૂંટણીમાં ઝંપલાવી શકે છે.

જાણો જીગ્નેશ બારોટ ક્યાંથી લડી શકે છે ચુંટણી:
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ વખતે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

તેઓ ખેરાલુ બેઠક પર અપક્ષ બેઠક પર ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, લોક ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી. તેઓ ખેરાલુ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

જાણો કોણ છે જીગ્નેશ બારોટ(જીગ્નેશ કવિરાજ)?
અમે તમને જણાવી દઈએ કે, જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો. જીગ્નેશ કવિરાજના દાદા, પિતા, કાકા અને મોટાભાઈ પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા. તેમને પણ નાનપણથી જ સંગીતક્ષેત્રે ખૂબ જ રસ હતો. જીગ્નેશ કવિરાજે ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓએ પોતાની કળા થકી ખૂબ જ નામ મેળવ્યું છે. આજે જીગ્નેશ કવિરાજનું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં ખ્યાતી પામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *