સામન્ય રીતે ભારતીય સંસ્ક્રુતિ છે કે ભાઈ બહેન કોઈ દિવસ લગ્ન ના કરી શકે. ખરેખર આ પ્રથા ખુબ સારી છે, અને તેનું અત્યાર સુધી પાલન કરતા આવ્યા છે. પણ અહિયાં એક એવી ઘટના બની છે કે જેને જોઇને તમારા હોંશ ઉડી જશે.
આ ઘટના ઇંગ્લેન્ડ દેશની છે. ઈંગ્લેન્ડમાં એક જાણીતું શહેર એવું શેફિલ્ડ. અહીં રહેનાર સારાહ બારસ અને બ્રેડન મેઝનને 35 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કારણ કે બને વ્યક્તિએ ભેગા મળીને પોતાના બે બાળકોની હત્યા કરી હતી. આ વર્ષે મે મહીનેમાં સારાહ 35 વર્ષની છે અને બ્રેન્ડન 39 વર્ષનો. બ્રેડન, સારાહનો ભાઈ હતો. અને બંનેની માતા એક જ હતી. એટલે કે બને ભાઈ-બહેન હતા. પરંતુ બંનેની વચ્ચે ઘણા વર્ષથી શારીરિક સબંધો હતા. આ વાતો કોઈને ખબર ન હતી. તેમણે આ વાત કોઈને પણ ખબર પડવા દીધી નહોતી. બ્રેન્ડન, સારાહના 6 બાળકોના પિતા હતો. પરંતુ દરેક માટે તે સારાહનો ભાઈ હતો જે તેના 6 બાળકોનું ધ્યાન રાખતો હતો.
સારાહ અને બ્રેડનને એ વાતની ડર હતો કે તેમના આ સંબંધ વિશે કોઈને ખબર ન પડી જાય. અને જો ભૂલથી પણ આવું કઈક થયું તો તેના દરેક બાળકો તેના થી દુર થઇ જાય અને સમાજમાં તેમના આ સબંધોની અવળી અસર ફેલાય. અધિકારીઓ બાળકોને પોતાની દેખરેખમાં લઈ લેશે. આ ડરના કારણે તેમણે વિચાર્યું કે બાળકો જો મરી જાય તે વધુ સારૂ રહેશે. પછી બંનેએ મળીને 2 બાળકોને મારવાની પ્લાનિંગ કરી. પરંતુ બાળકોને કંઈ ન થયું.
તે પછી 24 મે ના રોજ સારાહે પોતાના 13 વર્ષના દિકરા ટ્રિસ્ટનની હત્યા કરી નાખી. અને તેજ સમયે બ્રેડે 14 વર્ષના માસુમ બાળકને મારી નાખ્યો. બંનેએ ગળું દબાવીને પોતાના બાળકોની હત્યા કરી. ત્યાર બાદ તેમના મોઢા પર પ્લાસ્ટિકની થેલી પણ બાંધી દીધી જેના કારણે તેમના બચવાની કોઈ સંભાવના ન રહે. ત્યાર બાદ સારાએ પોતાના બીજા એક બાળકને પાણીમાં ડૂબાડીને મારવો પ્રયત્ન કર્યો. પરંતુ તે મર્યો નહીં ત્યાર બાદ તે પોતાના દરેક બાળકને લઈને બેડરૂમ પર જતી રહી. જ્યાંથી તેણે પોલીસને કોલ કર્યો.
પોલીસના ઘરે પહોંચવા પર સારાહ ખોટું હોલી. કહ્યું કે તેમના બે દિકરા પડોસીઓ પાસે છે અને હવે તે મરી ગયા છે. પરંતુ પોલીસે થોડા જ સમયમાં આ વાત સાબિત કરી.. સારાહ અને બ્રેડનની ધરપકડ કરવામાં આવી. બન્ને વિરૂદ્ધ કેસ ચાલ્યો. શેફિલ્ડ ક્રાઉન કોર્ટે બન્નેને બે હત્યાના મામલામાં 6 બાળકોની હત્યાના ષડયંત્રમાં 35 વર્ષની સજા આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.