ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા, ફરજ બજાવતા મહિલા પોલીસના બાળકો માટે ‘ઘોડિયાઘર’ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ ગમે તેવી પરિસ્થિતિમાં, પોતાના પરિવારજનોને છોડી પોતાની ફરજ નિભાવતા હોય છે. ઘણીવાર નવા-નવા માતા બનેલા મહિલા અધિકારીઓને તેના બાળકોની સાર સંભાળને લઈને ઘણી ચિંતા ઉભી થાય છે. પરંતુ ગુજરાતમાં સૌપ્રથમવાર પોલીસ મહિલાઓ માટે ઘોડિયાઘર નું આયોજન કરવામાં આવ્યું છે. હવે કોઇપણ મહિલા પોલીસને, તેના બાળકોની સાર સંભાળની ચિંતા નહીં થાય.
ગુજરાતમાં સૌપ્રથમ વાર રાજકોટ (Rajkot) માં મહિલા પોલીસના બાળકો માટે ઘોડિયાઘર ખુલશે. DGP આશિષ ભાટિયાના સાથે રાજકોટમાં ઘોડિયાઘરની શરૂઆત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ ઘોડિયાઘર પોલીસ હેડ કોટર ના બગીચામાં તૈયાર કરવામાં આવ્યું છે.
વિડીયોકોલ માં બાળકોને નિહાળી શકશે મહિલા અધિકારી…
બાળક શું કરે છે? તે વિડિયો કોલ દ્વારા ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ અધિકારી જોઈ શકે, તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી પહેલથી ઘરમાં બાળકની સારસંભાળ રાખે તેવું કોઈ ન હોય, તો બાળકને ઘોડિયાઘર માં રાખીને પોતે ફરજ બજાવી શકે છે. સાથોસાથ નવરાશની પળોમાં પોતાનું બાળક શું કરે છે તે વીડિયો કોલ દ્વારા જોઈ પણ શકાશે.
ફરજ દરમિયાન પોતાના બાળકો સુરક્ષિત રહી શકે, તે માટે ગુજરાતમાં સૌપ્રથમવાર રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર દરમિયાન મંગળવારના રોજ આશિષ ભાટિયાના હાથે ખુલ્લુ મુકાશે.
તૈયાર થઈ ગયું છે વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર
રાજકોટ શહેરના દરેક પોલીસ અધિકારીઓ, સાથે સાથે તેમના પરિવારજનોને જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુસર પોલીસ હેડકવાર્ટરમાં મંદિર, બગીચા અને રમત-ગમતના સાધનો અને મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી સંતાનોની દેખરેખનો પ્રશ્ન ફરજ દરમિયાન મહિલા પોલીસ અધિકારીને સતાવતો હતો. પરંતુ હવે આ અનોખી પહેલથી આ સમસ્યાનું નિવારણ લાવી શકાયું છે.
કોણ રાખશે સાર સંભાળ?
તમને જણાવી દઇએ કે, આ ઘોડિયાઘરમાં બે આયા બહેન વિડિયો અને એક મહિલા પોલીસ કર્મચારી બાળકોની સાર સંભાળ રાખશે.
કોણ કોણ બાળકોને અહીંયા રાખી શકશે?
જે પણ મહિલા પોલીસ અધિકારીના ઘરે દસ વર્ષથી નાના બાળકો હોય, તે મહિલા પોલીસ તેમના બાળકોને અહીંયા રાખી શકે છે. સાથોસાથ સરકારી અથવા ખાનગી નોકરી કરતા હોય તેમના બાળકો પણ અહીંયા સામેલ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.