લસણ અને ડુંગળી એવી વસ્તુ છે જેના વગર રસોઈમાં સ્વાદ જ નથી આવતો.આ બંનેના સેવનથી શરીરના ઘણા બધા રોગો પણ દૂર થાય છે. લસણ પેટની સમસ્યાને દૂર કરે છે અને ડુંગળી વાળ તથા શરીર માટે ખૂબ લાભદાયી છે.
તમને ખ્યાલ જ હશે કે ભગવાનના ભોગમાં ભૂલથી પણ લસણ ડુંગળી નો ભોગ મૂકવામાં આવતો નથી. ઘણા ધર્મ એવા પણ છે કે જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેના પાછળ ઘણાખરા વૈજ્ઞાનિક કારણો પણ બતાવવામાં આવ્યા છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે જેના વિશે આજે આપણે વાત કરીશું.
અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સમુદ્ર મંથન થયું. તે સમુદ્ર મંથન માં ઘણા બધા ઘોડાઓ હાથીઓ નીકળ્યા જેને એકબીજાને ભાગ પાડી લીધા. તે સમુદ્ર મંથનમાંથી ઝેર પણ નીકળ્યુ તેને શિવજીએ પોતાના ગળામાં સમાવી લીધું અને તેમનું ગળું લીલુ પડી ગયુ હતુ. ત્યાર બાદ અમૃત નીકળ્યું ત્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે ઝપાઝપી થઈ. અમૃત કોઈપણ સંજોગોમાં દેવતાઓને જ લેવાનું હતું.જો અસુરો અમૃત પી લે તો તે અમર થઈ જાય.
રાક્ષસો અમૃત ના પીવે તે માટે ભગવાન વિષ્ણુ એ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું.અસુરો મોહીને સામે જોઇને પ્રભાવિત થવા લાગ્યા.મોહિની રૂપ ધારણ કરીને વિષ્ણુ ભગવાન અમૃત વહેંચવા લાગ્યા.રાહુ અને કેતુ આ બંને અસુરો ને રાહ ના જોવાઈ તો તે કપટ કરીને દેવતાઓ વચ્ચે આવીને બેસી ગયા.
ભગવાને રાક્ષસોને દેવતા સમજીને અમૃતના બે ટીપાં આપી દીધી.સૂર્ય અને ચંદ્રમા ને તે વાતની ખબર પડી અને તેમણે ભગવાનને કહ્યું કે તમે રાક્ષસોને અમૃત વહેંચી રહ્યા છો ત્યારે ભગવાને રાહુ અને કેતુના માથા ધડથી કાપી નાખ્યા.તેના પછી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાં ઉપર ગ્રહણ કરવા લાગ્યા હતા.
તે બન્નેના માથા કપાઈ ગયા અને અમૃત તેમના શરીરમાં ના પહોચ્યું તે બનેનું મૃત્યુ થઇ ગયું.જેથી બંનેના મુખ અમર થઈ ગયા.ભગવાને જ્યારે માથું કાપ્યું ત્યારે અમૃતના ટીપાં લોહીના સ્વરૂપમાં જમીન ઉપર પડ્યા તેનાથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ.અમૃતથી ઉત્પન્ન થયા હોવાના કારણે તે રોગ ખતમ કરી દેવાનો ગુણ અને જીવન આપનારી માનવામાં આવે છે.સ્ત્રીઓ માટે પણ ખૂબ જ સારું ગણવામાં આવે છે.પરંતુ રાક્ષસોના મુખમાંથી ઉત્પન્ન થવાના કારણે દેવતાઓના ભોગમાં તેનો ઉપયોગ નથી કરી શકાતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.