ગુજરાત(Gujarat): એક બાજુ રાજ્યમાં ગુલાબી ઠંડીનું જોર ખુબ જ વધી રહ્યું છે. ત્યારે હવે આ ભર ઠંડી વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કમોસમી વરસાદ(Unseasonal rains)ની આગાહી કરવામાં અવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસ વાદળ છાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થઇ શકે છે. શિયાળાની શરૂઆતમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય(Low pressure activated) થઇ રહ્યું છે અને લો પ્રેશરને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી:
અરબી સમૃદ્રમાં લો પ્રેશર સક્રિય થતા લો પ્રેશરને કારણે અલગ અલગ વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદ ત્યારે રાજ્યમાં હવે બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે કારણ કે, વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી છે, તો બપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, તે વચ્ચે હવે માવઠાંના સમાચાર સામે આવી રહ્યા છે. જેને લઈને શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ચુક્યા છે.
જોવા જઈએ તો વાતાવરણમાં પલટો આવવાને કારણે અમદાવાદ શહેર પર ખાસ અસર પડી શકે છે. અમદાવાદમાં સારો એવો વરસાદ પડી શકે છે. જેને લઇને લોકોમાં અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાજુ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને તેવામાં કમોસમી વરસાદ થશે જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઇ ગયા છે.
લો પ્રેશર સક્રિય થવાને કારણે તેમની અસર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી રહેશે. જેમા સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને જો જોવામાં આવે તો અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારમાં પડી શકે છે વરસાદ:
બીજી બાજુ વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, ભારે ઠંડીના લીધે લોકોના ઘરોમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે ત્યારે હવે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આગામી ડિસેમ્બરના પહેલા સપ્તાહથી વધારે પ્રમાણમાં ઠંડી પડી શકે છે. જોવા જઈએ તો વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે અને જ્યારે મોડી રાતથી લઘુતમ તાપમાનનો પારો ગગડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.