કોરોના વાયરસને લીધે ઘણાં વિદેશી લોકો ભારતમાં ફસાયા છે. આવું જ એક કપલ દિલ્હીના લોધી ગાર્ડનની પાસેના વિસ્તારમાં જોવા મળ્યું. વિક્ટર અને એના ફ્લાઈટ કેન્સલ થવાને કારણે દિલ્હીથી તેમના ઘરે રશિયા જઈ શકે એમ નથી. હાલમાં તેઓ દિલ્હીના લોધી ગાર્ડન પર તેમની ટ્રીપના ફોટોગ્રાફ્સ લઈને વેચવા માટે બેઠા છે. તેમને નથી ખબર કે તેઓ પોતાના ઘર રશિયા ક્યારે પરત જઈ શકશે. તેમના બધાં પૈસા પુરા થઈ ચુક્યા છે. જે ફ્લાઈટમાં તેઓ મોસ્કો જવાના હતા તે ફ્લાઈટ પણ કેન્સલ ચુકી છે. હવે ભારતમાં રહેવા માટે તેમની પાસે પૈસા વધ્યા નથી.
આર્થિક સ્થિતિ સારી ન હોવાના લીધે કપલ તેમની ટૂરના ફોટોગ્રાફ્સ વેચી રહ્યા છે. કપલે એક બોર્ડ લગાવી રાખ્યું છે. તેના પર લખ્યું છે કે, અમે અમારી દુનિયાની ટૂરના ફોટો અહીં યોગ્ય ભાવે વેચી રહ્યા છે. આ પૈસા હોટલ અને ખાવા પર ખર્ચ કરવામાં આવશે, આભાર.
એના જણાવે છે કે તેઓ 3 મહિનાની ટૂર પર ભારત આવ્યા હતા. 23 માર્ચના રોજ તેઓ મોસ્કો જવાના હતા. પણ કોરોના વાયરસના કારણે તેમની ફ્લાઈટ કેન્સલ થઈ ચૂકી છે. એના કહે છે કે, હાલમાં એમુક ભારતીયો તેમની મદદ કરી રહ્યા છે અને તેઓ સાઉથ એક્સટેંશનમાં તેમના ઘરે રોકાયા છે. પણ તેઓ ક્યાં સુધી તેમના ઘરે રોકાશે તે નક્કી નથી. એવામાં તેઓ પણ પૈસા એકત્ર કરવા માગે છે. જોકે, બંને માટે સામાન વેચવો પણ એટલો સરળ નથી. કારણ કે દિલ્હીમાં 50થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. વિદેશીનો સામાન વેચાતા જોઈને જ્યારે લોકો ભેગા થાય છે તો પોલીસ લોકોને જતા રહેવાનું કહે છે. તેના કારણે મુશ્કેલી પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.