બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે.., ગોતવામાં પોલીસને પણ છૂટ્યો પરસેવો

આજકાલ બુટલેગરો દારૂની હેરાફેરી માટે પોલીસ પણ ચકરાવે ચડે એવા કીમિયા અપનાવતા હોય છે. એવા ઘણા કિસ્સા પોલીસની નજરે ચડી રહ્યા છે જેમાં ખુલ્લઆમ દારૂની હેરાફેરી થતી હોય છે. આ દરમિયાન ભાવનગરના હિમાલયા મોલ પાસેથી પસાર થયેલી એક તકની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવતા ચોખાનું ભૂંસુ ભરેલા માલની આડમાં રૂપિયા 11.90 લાખની કિંમતના વિદેશી દારૂની 11904 બોટલ મળી આવી હતી.

પોલીસ દ્વારા ટ્રક અને દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો. તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. ભાવનગરના એએસપી સફિન હસનને ભાવનગરમાં વિદેશી દારૂ ઘુસાડવની વાત મળી હતી. જેને લઇ શહેરના મુખ્ય રસ્તા ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું.

આ દરમિયાન શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થતાં એક ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત નિલમબાગ પોલીસ દ્વારા શહેરના હિમાલયા મોલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટ્રક ઉપર શંકા જતા તેને ઊભો રાખી તલાશી લેવામાં આવતા ટ્રકમાં ભરેલા ચોખાના ભૂંસાની આડમાં સંતાડીને લવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. પોલીસ દ્વારા ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ નજરે ચડ્યું હતું.

જેથી શંકા જતા વધુ તપાસ કરવામાં અવી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી. આ અંગે પોલીસ દ્વારા દારૂ અને ટ્રક સહિત રાજસ્થાનના બે વ્યક્તિઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, એ.એસ.પી સફિન હસનને બાતમી મળતા નિલમબાગ પોલીસ દ્વારા હિમાલિયા મોલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના વતની ગજાનંદ હર્ષારામ જાટ અને સતવિર હરકુંવરસિંહ જાટ નામના બે શખ્સોને દારૂ ભરેલ ટ્રક, મોબાઈલ અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂપિયા 39,75,204 ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *