આણંદ ચોકડી પાસે એક ટ્રકમાંથી રૂપિયા 12 લાખનો વિદેશી દારૂના માલ સાથે 2 ઇસમની ધડપકડ 

આણંદ(ગુજરાત): ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ દારૂનો ધંધો કરે છે. ગુજરાતમાં દરરોજ વિદેશથી કરોડો રૂપિયાનો દારૂ આવે છે. જોકે, પોલીસ તકેદારી રાખીને દારૂની વેપાર…

આણંદ(ગુજરાત): ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ દારૂનો ધંધો કરે છે. ગુજરાતમાં દરરોજ વિદેશથી કરોડો રૂપિયાનો દારૂ આવે છે. જોકે, પોલીસ તકેદારી રાખીને દારૂની વેપાર કરતા વ્યક્તિની ધડપકડ કરે છે. બોરસદ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાસદ તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂ ભરીને તારાપુર તરફ જવા નીકળી છે. તેવી માહિતી મળતા પોલીસે બોરસદની આણંદ ચોકડી પાસે ઉમીયા હોટલ નજીક વોચમાં ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા તેને અટકાવીને તપાસ કરતા 12 લાખ 30 હજાર રૂપિયાની વિદેશી દારુની 2460 બોટલ મળી આવી હતી.  પોલીસે ટ્રકમાં બેઠેલા 2 વ્યક્તિની ધડપકડ કરીને તેમના વિરુધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, બોરસદ શહેર પોલીસના હે.કો. ખોડાભાઈ, જગદીશભાઈ, પો.કો કિરણસિંહ, જશીભાઈ, રણછોડભાઈ, વિજયસિંહ બોરસદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે, વાસદ તરફથી આવતી ટ્રક નં. (GJ-1-JT2942)માં વિદેશી દારુની બોટલો ભરીને તારાપુર તરફ જવા નીકળ્યો છે. તે માહિતીના આધારે બોરસદ શહેર પોલીસ આણંદ ચોકડી નજીક ઉમીયા હોટલ પાસે વોચમાં ગોઠવી હતી.

વાસદ તરફથી આવેલી ટ્રકને અટકાવીને ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની 750 મીલીની બોટલ નંગ 2460 જેની કિંમત 12 લાખ 30 હજાર તથા મોબાઈલ ફોન અને ટ્રક મળીને કુલ20 લાખ 40 હજાર 500નો માલ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં બેઠેલા વ્યક્તિની પુછપરછ કરતા તેમણે પોતાના નામ ભેરારામ ભાકરારામ બીશ્નોઈ, મનોહરલાલ ખેરાજરામ બીશ્નોઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને બુટલેગર વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ શરુ કરી છે.

પોલીસે કન્ટેનરના ચાલકને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી લાવેલો છે ? અને ક્યાં લઇ જવાનો છે? તે અંગે પૂછપરછ કરતાં ચાલકે વિદેશી દારૂનો જથ્થો હરીયાણા ખાતેથી મુકેશકુમાર અર્જુનરામ બીર્નોઇ નામના વ્યક્તિએ કન્ટેનરમાં ભરીને રાજકોટ પહેલા રોડ ઉપર પાર્ક કરી દેવા જણાવ્યું હતું. કોઇ વ્યક્તિ તે જગ્યા એથી કન્ટેનર લઇ જવાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *