હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ ના કેસો સતત વધી રહ્યા છે તેવામાં સામાન્ય લોકો માટે એક નવી મુશ્કેલી ઊભી થાય છે અને તે છે 3 મહિનાનું બાકી લાઈટબીલ. જે લોકો નું બિલ દર મહિને સામાન્ય 100 રૂપિયા આવતું હતું તેવા લોકોને હવે બે ગણુ અથવા તો ત્રણ ગણુ વધુ બિલ આવી રહ્યું છે. કરોના કાળ કરતા હવે સામાન્ય લોકો માટે વીજળી બિલ બે ગણી વધુ મુસીબત લાવ્યું છે.
શહેરના લોકોથી લઈને ગામના લોકોને પણ એ હવે મુસીબત સાબિત થઇ રહ્યું છે. હાલમાં માત્ર એટલી રાહત આપવામાં આવી છે કે, હાલમાં વીજળી કંપનીના કર્મચારીઓ બિલ ભરવા માટે પ્રયાસ કરી રહ્યા નથી પરંતુ લોકોને એ ચિંતા છે કે, આજે નહીં તો કાલે બિલ ભરવું તો પડશે જ ને. આ એક પ્રશ્નોના કારણે લોકો અત્યારથી જ પરેશાન છે.
बिजली बिलों को लेकर हम शिवराज सरकार से कई बार माँग कर चुके है कि लॉकडाउन को देखते हुए प्रदेश की जनता का तीन माह का बिजली बिल तत्काल माफ़ किया जावे।
1/3— Office Of Kamal Nath (@OfficeOfKNath) May 22, 2020
કમલનાથે શિવરાજ સરકાર પાસે કરી આ માંગ
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શિવરાજ સરકાર પાસે માંગ કરી છે કે, લોકડાઉન ને ધ્યાનમાં રાખીને ત્રણ મહિનાનું વીજળી બિલ અત્યારે જ માફ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, વીજળી બિલને લઇને અમે ઘણી બધી વખત સરકાર પાસે માંગ કરી ચૂક્યા છીએ.
કમલનાથે કહ્યું કે, ફિક્સ ચાર્જથી લઇને ન્યુનત્તમ યુનિટ ચાર્જ, લાઈન લૉર્સ ચાર્જ, વિલંબ ચાર્જ સાથે અન્ય ચાર્જ માં પણ લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકારે છૂટ આપવી જોઈએ. આ ઉપરાંત તેમણે એ પણ માંગ કરી છે કે, ઉદ્યોગકારોને પણ લોકડાઉનના કારણે બિલમાં રાહત આપવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news