હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને લીધે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. થોડાં દિવસ પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ થોડાં દિવસની સારવાર પછી ફરીથી રીપોર્ટ કરતાં નેગેટીવ આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ તરીકે CR પાટીલની પસંદગી કરવામાં આવી હતી. કોરોના મહામારી હોવાં છતાં પણ CR પાટીલ રેલીઓનું આયોજન કરીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી રહ્યાં હતાં. ઘણાં લોકો એનો વિરોધ પણ કરી રહ્યાં હતાં.
રાજ્યના પૂર્વ CM તથા ભાજપનાં વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી તેઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા. આજે એમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા એમણે માત્ર 10 જ દિવસમાં કોરોનાને હાર આપી છે.
18 સપ્ટેમ્બરે કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો :
કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ઘરના બીજા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન ગત 18 સપ્ટેમ્બરે કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરનાં સૂચન પ્રમાણે એમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.
કેશુભાઈ પટેલ ભાજપના દિગ્ગજ નેતા :
કુલ 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ કેશુભાઈ વર્ષ 1995, 1998- ’01 સુધી એમ કુલ 2 વાર ગુજરાતના CM પદ પર રહી ચૂક્યા છે. તેઓ ભાજપના પણ દિગ્ગજ નેતા હોવાને લીધે એમનો રિપોર્ટ પોઝિટવ આવ્યા પછી CM રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એમના સ્વાસ્થ્ય અંગે પૂછ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle