ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વપૂર્ણ ફાળો આપનાર દિગ્ગજ ખેલાડીનું અવસાન

હોકીના મહાન ખેલાડીઓમાંથી એક બલબીર સિંહ સીનિયરનું આજે સવારે 96 વર્ષની વયે મોહાલીમાં અવસાન થયું છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમને અહીંની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સવારે સાડા છ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

ન્યુમોનિયા અને તાવની ફરિયાદ બાદ તેમને 8 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને ત્રણ વખત હાર્ટ એટેક પણ આવ્યો હતો. તેઓ 18 મેથી કોમામાં હતા.આ ઉપરાંત તેઓ ભારત માટે ખુબ સારું રમ્યા હતા.આવો જાણીએ તેમની સિધ્ધિઓ વિષે અહિયાં….

હેલસિન્કી ઓલિમ્પિકની ફાઇનલમાં 5 ગોલ કર્યા હતા

બલબીર સિંહે 1952 હેલસિન્કી ઓલિમ્પિકની ફાઇનલમાં નેધરલેન્ડસ્ સામે 5 ગોલ કર્યા હતા. કોઈપણ ઓલિમ્પિકની ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ આજે પણ તેમના નામે છે. ભારતે આ મેચ 6-1થી જીતી હતી.

ત્રણ વાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે

તેઓ લંડન (1948), હેલસિન્કી (1952) અને મેલબોર્ન (1956) ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમના સદસ્ય હતા. તેમને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ઓલિમ્પિક ઇતિહાસના 16 મહાન ખેલાડીઓની સૂચિમાં સ્થાન આપ્યું હતું. તે આ લિસ્ટમાં સ્થાન મેળવનાર દેશના એકમાત્ર ખેલાડી હતા.

સૌ પ્રથમ વાર ખેલાડી તરીકે પદ્મ શ્રી તેમને મળ્યો હતો

બલબીરને 1957માં પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. ત્યારે પહેલીવાર કોઈ ખેલાડીને આ સન્માન મળ્યું હતું. તે 1975માં એકમાત્ર વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના મેનેજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: