પ્રજાની મદદે આવ્યા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કારમાંથી નીચે ઉતરી ટ્રાફિક હળવો કરાવ્યો- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકોટ(Rajkot) ગોંડલ(Gondal) ચોક નજીક ગઈકાલે રાત્રિના સમયે લાંબો ટ્રાફિક(Traffic) સમસ્યા સર્જાતા વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani)એ જાતે પોતાની કારમાંથી નીચે ઉતરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે મદદરૂપ બન્યા હતા.

મોટા વાહનો અને મોટર વચ્ચે થયો ચક્કાજામ: મળતી માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે રાજકોટ ખાતે એક પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ પરત ફરતા હતા તે સમયે ગોંડલ ચોક નજીક પહોંચ્યા ત્યાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જેને કારણે મોટા વાહનો અને મોટર કાર આગળ વધી શકતી ન હતી. પરંતુ આ દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતાની કારમાંથી નીચે ઉતરી ટ્રાફિકને હળવો કરાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચોક ખાતે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે.

આ અગાઉ પણ આવો બનાવ બન્યો હતો: અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ટ્રાય એન્ગલ બ્રિજ ખાતે પણ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. લાંબા ટ્રાફિક જામના આ દ્રશ્યો જોઇને બે વિદ્યાર્થિનીઓએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જે વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *