અંબલાલ પટેલની મોટી આગાહી: અરબી સમુદ્રમાં સર્જાયું ભયંકર ‘તેજ’ વાવાઝોડુ- સૌરાષ્ટ્ર સહીત આટલા જિલ્લાઓમાં સર્જશે તબાહી

Published on Trishul News at 10:26 AM, Mon, 23 October 2023

Last modified on October 23rd, 2023 at 10:27 AM

Ambalal Patel’s forecast in Gujarat regarding cyclone: હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ હવે સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ ‘તેજ’ આપવામાં આવ્યું હતું.ગુજરાત હવામાન વિભાગે વાવાઝોડાના સંદર્ભમાં ખાસ કોઈ ચેતવણી બહાર પાડવામાં નથી આવી.પરંતુ કેટલાક હવામાન શાસ્ત્રીઓએ ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી આગાહી કરી રહ્યા છે.આગાહીના પગલે બિપરજોય પછી થઈ છે.વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકે તેવી સંભાવના ઊભી થઈ રહી છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા ‘તેજ’ને લઈને ફરી એકવાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે(Ambalal Patel’s forecast in Gujarat regarding cyclone) આગાહી કરી રહ્યા છે.

ઓમાન અને યમન વચ્ચે ટકરાશે વાવાઝોડું
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે ‘તેજ’ વાવાઝોડું ટકરાશે. તેઓએ કહ્યું છે કે, અરબ દેશમાં ‘તેજ’ વાવાઝોડું તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે.

મંગળવાર અને બુધવારે ઝરમર વરસાદની સંભાવના
તેમણે વધુમાં જણાવ્યું છે કે, તારીખ 24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તારીખ 28 ઓક્ટોબરના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ દેખાશે. તારીખ 28 અને 29 ઓક્ટોબરે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. હાલ ચાલતી શરદ ઋતુ 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. 24 ઓક્ટોબર પછી સ્વાતિ નક્ષત્ર બેસતા હેમંત ઋતુનું શરૂઆત થશે. હેમંત ઋતુના આરંભથી શિયાળાની શરૂઆત થશે.

‘બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે’
ગઈકાલે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફાટી નીકળશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ દેખાશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં એક મજબૂત ચક્રવાત બની શકશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે.

પશ્ચિમ ભારતનું હવામાન પલટાશેઃ અંબાલાલ પટેલ
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી પણ ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી ખુબ વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, તારીખ 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.

Be the first to comment on "અંબલાલ પટેલની મોટી આગાહી: અરબી સમુદ્રમાં સર્જાયું ભયંકર ‘તેજ’ વાવાઝોડુ- સૌરાષ્ટ્ર સહીત આટલા જિલ્લાઓમાં સર્જશે તબાહી"

Leave a comment

Your email address will not be published.


*