ડાયમંડ બુર્સના ઉદઘાટન પહેલા જ વર્કર યુનિયને ઉચ્ચારી ચીમકી- “રત્નકલાકારોની માંગણી પુરી કરો…”

Surat Diamond Bourse news: હીરાઉદ્યોગમાં ભારે મંદી ના કારણે હજારો રત્નકલાકારો બેરોજગાર બની ગયા છે.અને પ્રોડક્શન કાપ ના કારણે રત્નકલાકારોના પગારમા પણ 30% થી 50% સુધીનો ઘટડો જોવા મળી રહ્યો છે.ઘણા નાના મોટા કારખાનાતો બંધ પણ થઈ ગયા છે.ઘણી જગ્યા એ વેકેશન પણ વહેલા પડી ગયા છે અને ક્યારે ખુલશે તેની કોઈ તારીખ(Surat Diamond Bourse news) પણ જાહેર કરવામાં નથી આવી.જેના કારણે હજી પરિસ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે.

મોંઘવારી પણ ખુબ વધી રહી છે.અને પગાર ઘટવા ના કારણે રત્નકલાકારો ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. અને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ભારે સંઘર્ષનો સામનો કરવો પડે છે. અને આવી આર્થિક સંકટ મા મુકાયેલા રત્નકલાકારો આપઘાત કરવા માટે મજબૂર બની ગયા છે.સુરત શહેર મા છેલ્લા પાંચ મહિના મા અંદાજે 30 જેટલા રત્નકલાકારોએ આપઘાત કરી પોતાનું જીવન ટુકાવી દીધું છે.

હીરાઉદ્યોગ ના રત્નકલાકારો ની માંગણીઓ છે
આર્થિક પેકેજ જાહેર કરો,રત્નદીપ યોજના શરૂ કરો,વ્યવસાય વેરો નાબૂદ કરો,આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવારો ને આર્થિક મદદ કરો,રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરો.ઉપરોક્ત માંગણીઓ નો ત્વરીત ઉકેલ લાવવા મા આવે એવી અમારી લાગણી અને માંગણી કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, તારીખ 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બ્રુસના ચેરમેન વલ્લભભાઇ પટેલ પોતાની ઓફિસનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બ્રુસના અન્ય ઓફિસ ધારકો પણ પોતાની ઓફિસનું શુભારંભ કરશે.

અને તારીખ 17 ડીસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સુરત ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કરવામાં આવશે.ડાયમંડ બુર્સના ભવ્યાતિભવ્ય ઉદઘાટનમાં નરેન્દ્ર મોદી હાજર રહેશે, આ સમારોહની તમામ માહિતી મીડિયાકર્મીઓ ને વિધિવત રીતે જણાવવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *