ડ્રગ માફિયા (Drug mafia) સામે ઘણા સમયથી અભિયાન (Campaign) ચલાવવામાં આવે છે. ત્યારે થોડા સમય પહેલા મણિપુરના (Manipur) ડ્રગ માફિયા સામેના અભિયાન માટે જાણીતા ભૂતપૂર્વ પોલીસ અધિકારી થોનાઓજમ બ્રિન્દાએ (Thonaojam Brinda) તેમના રાજ્યને ડ્રગ-મુક્ત (Drug-free), ભ્રષ્ટાચાર-મુક્ત (Corruption-free) બનાવવાની તેમની લડાઈ ચાલુ રાખવા માટે રાજકીય મેદાનમાં પ્રવેશ કર્યો છે તેવું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ચાર વર્ષ પહેલાં, બ્રિન્દા ચર્ચામાં આવી હતી જ્યારે તેણે અનેક ડ્રગ-કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો અને તેને વીરતા માટે પોલીસ મેડલ(Police Medal for Bravery) એનાયત કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
એક રીપોર્ટ અનુસાર તેમણે 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મણિપુર વિધાનસભાની બે તબક્કાની ચૂંટણીમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યયસ્કૂલ મતવિસ્તારમાંથી જનતા દળ (યુનાઇટેડ) ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરીને હલચલ મચાવી છે. 2021 માં વધારાના પોલીસ અધિક્ષકના પદ પરથી રાજીનામું આપનાર બ્રિંદાએ જણાવ્યું હતું કે ચૂંટણીના રાજકારણમાં તેમના પ્રવેશનું મુખ્ય કારણ રાજ્ય અને તેના યુવાનોને ભ્રષ્ટાચાર અને ડ્રગ (દુરુપયોગ) ‘આતંક’થી મુક્ત કરવાનું છે. જો કે તેમણે તેમની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં ક્યારેય રાજકારણમાં જોડાવાનું વિચાર્યું ન હતું, પરંતુ તેમણે માત્ર તેમના પ્રદેશમાંથી જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના સમર્થનને કારણે ચૂંટણીના રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું.
View this post on Instagram
થૌનાઓજમ બ્રિન્દાને અલગ ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. તેમના સસરાએ રાજ્ય વિરુદ્ધ સશસ્ત્ર ચળવળનું નેતૃત્વ કર્યું હતું. હાલ તો તે જેડીની ટિકિટ પર ભાજપના વર્તમાન ધારાસભ્ય અને મણિપુરના વર્તમાન કાયદા મંત્રી થોકચોમ સત્યબ્રત સિંહ સામે ચૂંટણી લડી રહી છે.
View this post on Instagram
મળેલી માહિતી મુજબ બ્રિન્દા 2012 બેચની મણિપુર પોલીસ સેવા કેડરની અધિકારી હતી. જૂન 2018 માં તેણીએ ડ્રગ્સની હાઇ પ્રોફાઇલ કન્સાઇનમેન્ટ પકડ્યા પછી તે જાહેરમાં ચર્ચામાં આવી હતી. તેમની આગેવાની હેઠળના અભિયાનમાં ચંદેલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના તત્કાલિન પ્રમુખ લુખોસી ઝુ અને અન્ય સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ડ્રગ્સ સામેના ધર્મયુદ્ધમાં મણિપુર પોલીસને ઉત્કૃષ્ટ અધિકારી તરીકે સેવા આપી હતી. પરંતુ તેમણે મુખ્ય પ્રધાન એન બિરેન સિંઘ સાથે અણબનાવ પછી પોલીસ દળ છોડી દીધું, જેમના પર તેમણે ડ્રગ લોર્ડને મદદ કરવાનો આરોપ મૂક્યો હતો.
View this post on Instagram
તે પછી, મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે માદક દ્રવ્યો અને રોકડ જપ્ત કરવાના કેસમાં તેમના પ્રશંસનીય પ્રયાસ માટે પોલીસ મેડલથી તેમનું સન્માન કર્યું. જો કે, જ્યારે સ્પેશિયલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કોર્ટ દ્વારા ઝૂઇ અને અન્ય છ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ ડિસેમ્બર 2020 માં વિરોધમાં એવોર્ડ પરત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.